ગુજરાત: જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેરેમનીની શાનદાર ઉજવણી થઈ રહી છે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા દેશ અને દુનિયાના અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ પણ જામનગર પહોંચી રહ્યા છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ પણ શુક્રવારે પત્ની પ્રિસિલા ચાન સાથે જામનગર પહોંચ્યા હતા. માર્ક ઝુકરબર્ગ ઉપરાંત અમીરાતી બિઝનેસમેન મોહમ્મદ અલી અલબ્બર અને બિલ ગેટ્સ પણ જામનગર પહોંચી ગયા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા જામનગર પંહોચેલ માર્ક ઝુકરબર્ગનું એરપોર્ટ પર ભારતીય પરંપરા મુજબ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ 29 ફેબ્રુઆરીએ પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે તેમની પત્ની સાથે જામનગર પહોંચ્યા હતા.
મોહમ્મદ અલબ્બર અગ્રણી રિયલ એસ્ટેટ કંપની એમાર પ્રોપર્ટીઝના માલિક છે. આ કંપનીએ બુર્જ ખલીફા બનાવ્યું છે. આ કંપની વિશ્વના 80 દેશોમાં બિઝનેસ ધરાવે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાવા જઈ રહી છે. એરપોર્ટથી સ્થળ સુધી આવનાર મહેમાનો માટે ખાસ લક્ઝરી કારની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે માર્ક ઝકરબર્ગ, મોહમ્મદ અલી અલબ્બર ઉપરાંત માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ પણ ભારત આવ્યા છે. આ સિવાય હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ ડીન નીતિન નોહરિયા, કેકેઆર એન્ડ કંપનીના સીઈઓ જો બે, બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટના ચેરમેન માર્ક કાર્ને, સોનીના સીઈઓ કેનિચિરો યોશિદા, સાઉદી અરામકોના ચેરપર્સન યાસિર અલ રુમાયાન જેવા ઘણા ઉદ્યોગપતિઓ સામેલ થયા હતા. એનવી ઇન્વેસ્ટમેન્ટના વી.વી.નેવો વગેરે કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.
અનંત-રાધિકાના લગ્નના પ્રિ-સેલિબ્રેશનને લઈને અત્યારે બિઝનેસમેન સહિત ભારતના બોલીવૂડ સ્ટાર્સ અને તમામ ક્ષેત્રની ટોચની હસ્તીઓ જામનગરની મુલાકાતે છે. શાહરૂખ ખાન, રજનીકાંત, સલમાન ખાન, આમિર ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને સૈફ અલી ખાન સહિતના અન્ય સ્ટાર્સ પણ પ્રિ-વેડિંગ સેરેમનીમાં હાજરી આપશે. બોલીવુડના કિંગખાન પત્ની ગૌરી સહિત પોતાના પરીવાર સાથે આ પ્રિ-સેલિબ્રેશનનો ભાગ બનવા પંહોચી ગયા છે. મહત્વનું છે કે મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંતના લગ્નના પ્રિ-સેલિબ્રેશનની તેમના વતન જામનગરમાં ખાસ ઉજવણી થઈ રહી છે. સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો વાયરલ થયા છે જેમાં અંબાણી પરિવાર ગામના લોકોને ભોજન કરાવી રહ્યા છે. તેમના આ કાર્યની મીડિયમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો: hall ticket/10 અને 12મા ધોરણની પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પર અપલોડ
આ પણ વાંચો: New Medical College/2027 સુધીમાં રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ
આ પણ વાંચો: સણસણતો આક્ષેપ/‘DEOની કચેરીઓ લાંચ વિના ડગલું આગળ વધતી નથી’