Gujarat News: પાલ આંબલિયા (Pal Amblia) એ ઘેડમાં 139 કરોડના કામોમાંથી માત્ર 9 કરોડના જ કામો થયા હોવાની શંકા વ્યક્ત કરી છે.અને મુખ્યમંત્રી (Chief Minister) ને ઇમેઇલ દ્વારા પત્ર, દ્રારા તેમજ ભ્રષ્ટાચાર (Corruption) ના 2 વિડિઓ મોકલ્યા છે પત્રમાં તેમને મુખ્યમંત્રીને લખ્યું છે કે જય જગત સાથ જણાવવાનું કે સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર અને જુનાગઢ જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તારમાંથી અર્ધા સૌરાષ્ટ્રનું પાણી લઈને આવતી મોટી નદીઓ જેવી કે સાની, સોરઠી, વર્તુ, મીનસાર, ભાદર, ઓઝાત, ઉબેણ, ટિલોરી, છીપ્રાળી વગેરે મોટી નદીઓ અને તેના સિવાય અનેક નાની નાની નદીઓ જ્યાં દરિયાને મળે છે એ કાંઠાળા વિસ્તારને “”ઘેડ વિસ્તાર”” તરીકે ઓળખાય છે.
આજથી 30 – 35 વર્ષ પહેલાં આ ઘેડ વિસ્તાર કુલ 20 થી 25 હેકટરમાં ફેલાયેલો હતો જે આજે અંદાજે 1 લાખ 25 હજાર હેકટરમાં ફેલાવો થઈ ગયો છે. ગયા વર્ષે જ ત્રણેય જિલ્લાના લગભગ 65 થી 75 ગામો અલગ અલગ સમયે 3 દીવસથી 13 દિવસ સુધી સંપર્ક વિહોણા રહયા હતા અને આ વાત સરકારી રેકર્ડ પર પણ ઉપલબ્ધ છે. અગાઉ 30 – 35 વર્ષ પહેલા “”ઘેડ વિકાસ સમિતિ”” એક સરકારી નિગમ કે બોર્ડની જેમ આ ઘેડ વિસ્તારના લોકોના વિકાસ માટે કામ કરતી હતી. આ સમિતિ દ્વારા દર વર્ષે નદીઓમાં ઝાડી ઝાખરા સાફ કરવા, નદીઓ ઊંડી પહોળી કરવી, દરિયામાં બારા બનાવવા, ગ્રામ્ય રસ્તાઓની ઊંચાઈ જમીન સપાટીથી ઉપર ન જાય તેની તકેદારી રાખવી જેથી ખેતરોમાં પાણી ન ભરાય.

તેની સામે છેલ્લા 30 વર્ષમાં સરકારે તદ્દન ઉલટા કામો કર્યા અને જે કર્યા એમાં પણ ભ્રષ્ટાચાર જ કર્યો જેમ કે દર વર્ષે નદીઓ સાફ કરવી, ઝાડી ઝાખરા સાફ કરવાને બદલે માત્ર કાગળ પર જ આ કામગીરી બતાવવામાં આવી, જ્યાં 3 – 4 મહિના પાણી ભરાઈ રહે તેવા સ્થળોએ RCC રોડ કરવાની જગ્યાએ ડામર રોડ બનાવ્યા, જ્યાં ગ્રામ્ય માર્ગોમાં 1 મીટર થી લઈ 4 – 5 મીટરની ઊંચાઈના રોડ બનાવ્યા, નદીઓમાં જમીન સપાટી બરાબરના ચેકડેમ બનાવ્યા જેના કારણે નદીઓ બહાર ખેતરોમાં ફેલાઈ, નેશનલ હાઇવે બનાવ્યા તેમાં નદીઓના પુલો જ મુકવામાં ન આવ્યા, જ્યાં નદીઓના બારા હતા ત્યાં ઓટોમેટિક દરવાજા મુકવાને બદલે દીવાલો બનાવી દીધી આ બધા કારણોના કારણે જે ઘેડ આજથી 30 – 35 વર્ષ પહેલાં 25 હજાર હેકટરમાં ફેલાયેલો હતો એ આજે 1 લાખ 25 હજાર હેકટરમાં ફેલાયો છે ને તેના માટે સંપૂર્ણપણે જવાબદાર છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકાર છે.
[fvplayer id=”53″]
ગયા વર્ષે અમોએ ઘેડ વિસ્તાર વિકાસ સમિતિના માધ્યમથી ઘેડના દરેક ગામનો બે બે વખત પ્રવાસ કરી જૂનાગઢ, પોરબંદર, દેવભૂમી દ્વારકા કલેક્ટરશ્રીઓને લેખિત રજુઆત કરી 25 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂત મહાપંચયત કરી સરકારશ્રીનું ઘેડના પ્રાણપ્રશ્નો બાબતે ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો અને સરકારશ્રી દ્વારા ઘેડ વિસ્તાર માટે 1500 કરોડની ફેબ્રુઆરી 2025 ના બજેટમાં જોગવાઈ કરવામાં આવી જેમાંથી 139 કરોડના કામો ગત ચોમાસા પહેલા ચાલુ કરી દેવામાં આવ્યા પણ એ કામોમાં એટલી હદ્દે ભ્રષ્ટાચાર થયો કે તેના કારણે ઊલટાનું ઘેડમાં જ્યાં ક્યારેય નદીઓ તૂટતી નહોતી તેવી જગ્યાએ નદીઓ તૂટવા લાગી વાસ્તવમાં આ 139 કરોડમાંથી 9 કરોડના પણ કામો થયા નથી અમને શંકા છે કે 139 કરોડમાંથી 130 કરોડ રૂપિયા ખવાઈ ચવાઈ ગયા છે જો વાસ્તવમાં આ કામો થયા હોત તો આ વર્ષે ઓઝાત નદી અલગ અલગ 10 થી 12 જગ્યાએ તૂટી છે જેના કારણે હજારો હેકટર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. એના બે દાખલા કે બોલતા પુરાવાઓના વિડિઓ પણ હું આપને આ પત્ર સાથે મોકલું છું.
1) સરકારે 139 કરોડના કામોમાં નદીમાં રહેલા જાળી ઝાખરા સાફ કરવાના કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જો જાળી ઝાખરા સાફ કર્યા હોત તો આ વર્ષે નદીમાં આવેલા પુરમાં જાળી ઝાખરા તણાઇ ને આવ્યા જ ન હોત. પરંતુ આપને આ વિડિઓ જોયા પછી તમારા પગ નીચેથી જમીન ખસી જશે આ વિડિઓ જામ રાવલ પાસે સતીતળ નજીક વર્તુ નદી પરના પુલનો છે આ પુલમાં જાળી ઝાખરા એટલા ભરાઈ ગયા કે પુલ આખો બ્લોક થઈ ગયો ને પુલ પોતે જાણે ડેમ હોય એ રીતે કામ કરવા લાગ્યો. આખી વર્તુ નદી જ આગળ વધતી બંધ થઈ ગઈ અને નદી ખેડૂતોના ખેતરમાં ફલાંગી ગઈ જ્યારે પુર હળવું થયું તો ખરેખર સિંચાઈ વિભાગે આ ફુલમાં ફસાયેલા ઝાળી ઝાખરા સાફ કરવા જોઈએ પણ ખેડૂતો પોતે JCB મશીન દ્વારા સાફ કરતા મળે છે. જો ચોમાસા પહેલા 139 કરોડમાંથી ઝાળી ઝાખરા સાફ કર્યા હોત તો આ પુલમાં ઝાળીઓ ભરાત જ નહીં.

2) આ વિડિઓ પણ વર્તુ નદી પરનો જ છે જે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકના ગોરણા ગામ અને પોરબંદર જિલ્લાના શીશલી ગામ વચ્ચેથી વર્તુ નદી નીકળે છે આ બન્ને ગામના સીમાડે આવેલ પંચકોશી વાળી વિસ્તારનો છે જે જગ્યાએ આ ખેડૂતો માટી નાખી નદીને તૂટતી રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે જગ્યાએ જ નદી 7 વર્ષથી તૂટેલી હતી તે માટે અનેક રજૂઆતો બાદ ગયા વર્ષે 139 કરોડમાંથી જ આ જ જગ્યા પર કામ કરવામાં આવ્યું છે જ્યાં સિમેન્ટની પ્રોટેક્શન વોલ કરવાની જગ્યાએ માત્ર માટીનો કાચો પારો કરી સંતોષ માની લીધો તેનું પરિણામ એ આવ્યું કે અત્યારે નદીને તૂટતી અટકાવવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે. જો ત્યાં માટી કામ કરવાને બદલે સિમેન્ટની પાકી ઉંચી પ્રોટેક્શન વોલ કરવામાં આવી હોત તો આ વીડીઓમાં જે ભ્રષ્ટાચારનું પાપ છાપરે ચડીને પોકારે છે તે ન પોકારતું હોત.
ઉપરોક્ત બન્ને વિડીઓ 139 કરોડમાં થયેલા ભ્રષ્ટાચારના બોલતા પુરાવાઓ છે. આપની સરકાર 40% કમિશનની સરકાર ને બદલે 96% કમિશનની સરકાર થવા જઈ રહી છે તેનું પાપ છાપરે ચડીને પોકારે છે તેનો બોલતો પુરાવો છે જો ભ્રષ્ટાચાર થયો ન હોય તો આ વિડીઓમાં જે સ્થિતિ દેખાય છે તે સ્થિતિનું નિર્માણ જ ન થયું હોત માટે આપને ભ્રષ્ટાચારના આ બોલતા પુરાવાઓ મોકલી આપનું ધ્યાન દોરવા માગું છું અને માગણી કરું છું કે આ ભ્રષ્ટાચારી અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આવનાર દિવસોમાં અમારી ઘેડ વિસ્તાર વિકાસ સમિતિની માંગ મુજબ સરકાર ઘેડના પ્રાણપ્રશ્નોના નિરાકરણ માટે અમને ઘેડ વિસ્તાર વિકાસ સમિતિના મેમ્બરને પણ સાથે સામેલ કરવામાં આવે જેથી ભ્રષ્ટાચાર અટકાવી શકાય અને યોગ્ય કામ કરી શકાય.
આ પણ વાંચો:ભાણવડ તાલુકાના ગામમાં કંપનીએ જમીન પચાવી, પાલ આંબલિયા ખેડૂતોના ઉપવાસ આંદોલનમાં જોડાયા
આ પણ વાંચો:ભૂલ સુધારણા અરજીના નામે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે : કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા
