National News/ ટ્રમ્પનો 50% ટેરિફ કાલથી લાગુ થશે, USએ 25% લગાવી વધારાની ડયુટી, તેલ ખરીદી રશિયાથી..

પેનલ્ટીના રૂપે લેવામાં આવશે જે 27 ઓગસ્ટના રોજ ભારતના સમય અનુસાર રાત્રે 12:01મિનિટે લાગુ કરવામાં આવશે.

NATIONAL India Trending Breaking News

New Delhi News: US ગવર્નમેન્ટે ભારતથી ઈમ્પોર્ટ થતી વસ્તુઓ પર વધારાનો 25% ટેક્સ લગાવવાની સૂચના જાહેર કરી. આ ટેક્સ પેનલ્ટીના રૂપે લેવામાં આવશે. જે 27 ઓગસ્ટના રોજ ભારતના સમય(IST) અનુસાર રાત્રે 12:01મિનિટે લાગુ કરવામાં આવશે.જ્યારે યુરિપિયન સમય (EST)અનુસાર સવારે 9:31 વાગ્યે લાગુ કરાશે.

Trumpનો 50% Tariff કાલથી લાગુ થશે, USએ 25% લગાવી વધારાની ડયુટી, Oil ખરીદી Russiaથી..
Trumpનો 50% Tariff કાલથી લાગુ થશે, USએ 25% લગાવી વધારાની ડયુટી, Oil ખરીદી Russiaથી..

US રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ મહિનામાં રશિયા પાસેથી તેલની આયાત (Import) કરવાના બદલામાં વધારાનો ટેરિફની ઘોષણા કરી હતી. આ પહેલા USએ વેપારના નામે 25% ટેરિફ લગાવ્યો હતો, એટલે અત્યારે ભારતને કોઈપણ માલ-સમાન પર 50% ટેરિફ વધી ગયો.

હોમલેન્ડ સિક્યોરીટી (HS)વિભાગ દ્વારા જાહેર કરાયેલ નોટિસમાં કેહવામાં આવ્યું કે નવો ટેરિફ ‘રશિયન સંઘ(RUSSIAN ASSOCIATION)ની સરકાર તરફથી USને ઘણી ધમકીઓના જવાબમાં આ નીતિના ભાગમાં ભારતને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યું છે. આ નોટિસમાં લખ્યુ છે કે, ‘આ દસ્તાવેજમાં દર્શાવેલ તારીખ 27 ઓગસ્ટ, 2025 ના રોજ દિવસના સમય મુજબ રાત્રે 12:01 કલાકે અથવા ત્યાર બાદ ભારતમાંથી આયત કરાયેલ અથવા ઉપયોગમાં લેવામાં આવતી વેરહાઉસની પ્રોડક્ટ્સ પર અસર થશે.

Trumpનો 50% Tariff કાલથી લાગુ થશે, USએ 25% લગાવી વધારાની ડયુટી, Oil ખરીદી Russiaથી..
Trumpનો 50% Tariff કાલથી લાગુ થશે, USએ 25% લગાવી વધારાની ડયુટી, Oil ખરીદી Russiaથી..

ટ્રમ્પે 6 ઓગસ્ટ2025 ના રોજ 25% વધારાના ટેરિફની ઘોષણા કરી હતી. પૂર્વમાં 30 જુલાઇ એ પણ ભારત પર 25 % ટેરિફની ઘોષણા કરી હતી, ભારતીય વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીને ખોટી બતાવી અવગણી હતી અને કહ્યું કે,

“અમેરિકાએ હાલમાં જ ભારતના રશિયામાંથી કરવામાં આવી રહેલી તેલ આયાતને નિશાન બનાવ્યું છે. અમે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે બજારની સ્થિતિના આધારે તેલ ખરીદીએ છીએ અને એનો ઉદ્દેશ 1.4 અબજ ભારતીયો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લાદી રહ્યું છે, જ્યારે ઘણા અન્ય દેશો પોતાના હિતમાં પણ આવું જ કરી રહ્યા છે. અમે પુનરાવર્તિત કરીએ છીએ કે આ પગલું અન્યાયી, ગેરકાયદે અને ખોટું છે. ભારત તેનાં રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે.”

ટ્રમ્પના આ દબાવભર્યા ઓર્ડરમાં લખ્યું છે કે, ‘ભારત રાશિયા પાસેથી ગેરકાનૂની રીતે તેલની આયાત કરી રહ્યું છે તેથી અમેરિકામાં આવતા ભારતીય માલસમાન પર 25%નો ટેરિફ બધુ લાગુ કરવામાં આવશે.’

Trumpનો 50% Tariff કાલથી લાગુ થશે, USએ 25% લગાવી વધારાની ડયુટી, Oil ખરીદી Russiaથી..
Trumpનો 50% Tariff કાલથી લાગુ થશે, USએ 25% લગાવી વધારાની ડયુટી, Oil ખરીદી Russiaથી..

આ ટેરિફમાંથી મુક્તિ મૂળભૂત સ્થિતિમાં જ કરવામાં આવશે, જેમ કે જો માલસામાન પહેલાંથી જ શિપમાં લોડ થઇ ગયો હોય અને માર્ગમાં હોય અથવા કપૂઈ નક્કી કરાયેલી તારીખ પહેલા અમેરિકામાં પહોંચી જાય ત્યારે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  વ્હાઇટ હાઉસમાં બેઠક પહેલા રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો, ઝેલેન્સ્કીએ કહ્યું- જાણી જોઈને બોમ્બ વરસાવ્યા

આ પણ વાંચો:  ukraine russia conflict/ઝેલેન્સકીને આંચકો લાગ્યો, રશિયા યુક્રેન યુદ્ધ, ટ્રમ્પ ફરી કર્યો પક્ષ પલટો! ડોનબાસ પ્રદેશ પર સમર્થન!

આ પણ વાંચો: us news/પુતિનને મળ્યા પછી ટ્રમ્પનો સ્વર બદલાઈ ગયો, ‘હવે મારે વિચારવું પડશે…’, રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો વિશે શું કહ્યું?