Russia-Ukraine News: રશિયા-યુક્રેન યુદ્ધ, જે ત્રણ વર્ષથી ચાલે છે, હવે નવા વળાંક પર આવ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ડોનબાસ પ્રદેશના કબજા પર સમર્થન આપ્યું, જેનાથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીને મોટો આંચકો લાગ્યો છે. 15 ઓગસ્ટ, 2025ના રોજ અલાસ્કાના જોઈન્ટ બેઝ એલ્મેન્ડોર્ફ-રિચર્ડસન ખાતે ટ્રમ્પ અને પુતિનની લગભગ ત્રણ કલાકની બેઠક બાદ આ વલણ સ્પષ્ટ થયું, પરંતુ કોઈ યુદ્ધવિરામ કરાર થયો નથી.

રશિયન સેનાએ યુક્રેનના ડોનબાસ, ઝાપોરિઝઝિયા અને ખેરસન સહિતના મોટા ભાગો પર કબજો કર્યો છે. પુતિને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે કબજે કરેલી જમીન કોઈપણ કિંમતે છોડશે નહીં, જેના કારણે યુદ્ધવિરામની વાટાઘાટો નિષ્ફળ રહી છે. ટ્રમ્પે આ યુદ્ધને “બાઈડન યુદ્ધ” ગણાવી, દાવો કર્યો હતો કે 2020ની ચૂંટણીમાં તેમની જીત થઈ હોત તો યુદ્ધ ટળ્યું હોત. પરંતુ, તેમનું નવું વલણ, જેમાં તેમણે પુતિનની જમીનના દાવાને ટેકો આપ્યો, ઝેલેન્સકી અને યુરોપીયન નેતાઓ માટે આશ્ચર્યજનક છે. ઝેલેન્સકીએ ડોનબાસ રશિયાને સોંપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો કહ્યું કે આ યુક્રેનના બંધારણની વિરુદ્ધ છે.

ટ્રમ્પે કર્યા હતા દાવા
ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે તેઓ 24 કલાકમાં યુદ્ધ સમાપ્ત કરી શકે છે, પરંતુ પુતિન સાથેની વાટાઘાટોમાં પ્રગતિ ન થતાં તેમની નિરાશા વધી. તેમણે પુતિન પર “ખોટું બોલવા” અને “નાગરિકો પર હુમલા” કરવાનો આરોપ લગાવ્યો, પરંતુ તેમના તાજેતરના નિવેદનો ક્રેમલિનની વાતો સાથે સંનાદો ધરાવે છે, જેમાં યુક્રેનને યુદ્ધ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે.
યુરોપીયન નેતાઓએ ટ્રમ્પના પ્રયાસોને આવકાર્યા, પરંતુ યુક્રેન વિના વાટાઘાટોની ચિંતા વ્યક્ત કરી. ઝેલેન્સકીએ ટ્રાયલેટરલ બેઠક (US, રશિયા, યુક્રેન)ની માંગ કરી, જણાવ્યું કે “યુક્રેન વિના શાંતિ શક્ય નથી.” ટ્રમ્પે 50 દિવસમાં શાંતિ કરાર ન થયા તો રશિયા પર 100% ટેરિફ લાદવાની ધમકી આપી છે. પરંતુ તેમનો પુતિન પ્રત્યેનો નરમ વલણ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું.

ઝેલેન્સકીને લાગ્યો આંચકો
ટ્રમ્પનું ડોનબાસ પર પુતિનના દાવાને ટેકો આપવાનું વલણ યુક્રેન માટે આંચકારૂપ છે. રશિયાના કબજા અને પુતિનની અડગ નીતિ યુદ્ધને જટિલ બનાવે છે. ટ્રમ્પની શાંતિની પહેલ હવે યુરોપીયન સમર્થન અને ઝેલેન્સકીની સહભાગિતા પર નિર્ભર છે, પરંતુ ડોનબાસ પરનો વિવાદ શાંતિના માર્ગમાં મોટો અવરોધઊભો કરી શકે છે.
આ પણ વાંચો:યુક્રેનનો ચોંકાવનારો ફોટો થયો વાયરલ, પુતિનનો અલાસ્કામાં પ્રવેશ અને અમેરિકન સૈનિકો ઘૂંટણિયે પડ્યા?
આ પણ વાંચો:ટ્રમ્પ-પુતિન મિટિંગમાં કોઈ સહમતિ નથી નોંધાઈ, પણ ભારત માટે જોવા મળ્યો આ સંકેત!
