Jammu & Kashmir News: આજે કઠુઆ જિલ્લામાં સરહદને નજીક આવેલા આ 3 સ્થળોએ વાદળ ફાટવાની ઘટના બની હતી.જોડ ખીણ વિસ્તારમાં 4 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. જોડ ઉપરાંત, માથ્રે ચક, બાગર્ડ-ચાંગડા અને દિલવાન-હુટલીમાં પણ ભૂસ્ખલન થયું છે. 14 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના ચાસોટીમાં પણ આવી જ ઘટના બની હતી.

ભૂસ્ખલન પછી, જોડ ગામ શહેરથી સંપર્ક તૂટી ગયો હતો. ખૂબ મહેનત બાદ બચાવ ટીમ ગામમાં પહોંચી. અહીં ઘરોમાં પાણી અને કાટમાળથી ભરેલા છે. લોકોને કાદવમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ત્રણ દિવસ પહેલા, 14 ઓગસ્ટના રોજ, કિશ્તવાડના ચાસોટી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આ ઘટનામાં 65 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 200થી વધુ લોકો હજુ પણ ગુમ છે. તેમને શોધવા માટે બચાવ કામગીરી ચાલુ છે.
તે જ સમયે, હવામાન વિભાગે(ઈંદ) 17-19 ઓગસ્ટ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ, રિયાસી, ઉધમપુર, રાજૌરી, પૂંચ, સાંબા, કઠુઆ, ડોડા, કિશ્તવાડ, રામબન અને કાશ્મીરના કેટલાક ભાગોમાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ચેતવણી અપાઈ છે.

કિશ્તવાડમાં મોતનો આંકડો 65 સુધી પહોંચ્યો
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચાસોટી ગામમાં 14 ઓગસ્ટના રોજ બપોરે 12.25 વાગ્યે વાદળ ફાટવાની ઘટના બની હતી. આ ઘટનાને કારણે કાટમાળ નીચે દટાઈ જવાથી અત્યાર સુધીમાં 65 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 34 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. 500 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 200 લોકો હજુ પણ ગુમ છે.
ઘાયલોની સંખ્યા 180 છે, જેમાંથી 40 લોકોની હાલત ગંભીર છે. બધા ઘાયલોને કિશ્તવાડ-જમ્મુની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. 75 લોકોની વિગતો તેમના પરિવારો દ્વારા વહીવટીતંત્રને આપવામાં આવી છે. NDRF, સેના (300થી વધુ સૈનિકો), વ્હાઇટ નાઈટ કોર્પ્સ મેડિકલ ટીમ(WNCM), પોલીસ, SDRF અને અન્ય એજન્સીઓની 3 ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા શનિવારે ચાસોટી પહોંચ્યા. તેમણે પીડિતોની મુલાકાત લીધી અને તેમને શક્ય તમામ મદદની બાંહેધરી આપી. આ બાંહેધરી પર એક વ્યક્તિએ કહ્યું ‘અમને કંઈ જોઈતું નથી, તમે બધું તમારા ઘરે લઈ જાઓ’, ફક્ત અમને અમારા પરિવારજનોના મૃતદેહ આપો. હજુ સુધી મારી માતા અને કાકી ગુમ છે.

યુવાનોએ આરોપ લગાવ્યો
અહીં 20 JCB આવ્યા છે, અમે ગઈકાલથી જોઈ રહ્યા છીએ કે ફક્ત 2 JCB કામ કરી રહ્યા છે. આજે જ્યારે તમે આવ્યા ત્યારે આ શરૂ થઈ ગયા હતા. જ્યારે કોઈ નેતા આવે છે, ત્યારે JCB શરૂ થઈ જાય છે.
આ અકસ્માત ત્યારે થયો જ્યારે હજારો શ્રદ્ધાળુઓ માછૈલ માતા યાત્રા માટે જિલ્લાના પદ્દર સબ-ડિવિઝનના ચાસોટી ગામમાં પહોંચ્યા હતા. આ યાત્રાનો પહેલો પડાવ છે. અહીં બસો, તંબુઓ, લંગર અને ભક્તોની ઘણી દુકાનો હતી. પૂરમાં બધું જ ધોવાઈ ગયું.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય, શ્રીનગર અને રિયાસીમાં શાળાઓ ખુલી
આ પણ વાંચો:જમ્મુ-જોધપુરથી ભુજ-રાજકોટ… સરહદી વિસ્તારોમાં એર ઇન્ડિયા-ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ રદ
આ પણ વાંચો:‘ઓપરેશન સિંદૂર’ બાદ આસામ પોલીસની મોટી કાર્યવાહી, પાક.સમર્થક 53 દેશદ્રોહીઓ જેલ હવાલે
