દેશની પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં ફરી એકવાર હંગામો મચ્યો છે. અહેવાલ છે કે કેટલાક લોકો જેમણે ચહેરા પર માસ્ક બાંધેલો હતો તેઓએ જેએનયુ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થીઓનાં અધ્યક્ષ આઇશી ઘોષ ખરાબ રીતે ઘાયલ થયા છે.
કેમ્પસમાં થયેલી હિંસાને પગલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનાં મુખ્ય દરવાજા પર પોલીસની ભારે હાજરી જોવા મળી છે.
Delhi: Heavy police presence at the main gate of Jawaharlal Nehru University, following violence in the campus. https://t.co/RHjQxI3OKQ pic.twitter.com/cmrPLG5pT9
— ANI (@ANI) January 5, 2020
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, સાંજનાં 6:30 વાગ્યાની આસપાસ 50 જેટલા ગુંડાઓ જેએનયુ કેમ્પસમાં પ્રવેશ્યા અને વિદ્યાર્થીઓ પર હુમલો કરવાનું શરૂ કરી દીધુ. આ લોકોએ કેમ્પસમાં આવેલી કારોને પણ નિશાનો બનાવ્યું હતુ અને છાત્રાલયોમાં પણ તોડફોડ કરી હતી. જેએનયુનાં પ્રોફેસર અતુલ સૂદે એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે આ હુમલાખોરોએ છાત્રાલય પર પથ્થરમારો કર્યો હતો અને યુનિવર્સિટીની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
#WATCH Delhi: Jawaharlal Nehru University Students' Union president & students attacked by people wearing masks on campus. 'What is this? Who are you? Step back, Who are you trying to threaten?… ABVP go back,' can be heard in video. (note: abusive language) pic.twitter.com/gYqBOmA37c
— ANI (@ANI) January 5, 2020
વળી, વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષ આઇશી ઘોષે જણાવ્યું હતું કે, ચહેરા પર માસ્ક લગાવીને આવેલા અમુક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો અને તેમની સાથે ખરાબ રીતે મારા મારી કરી હતી. આ હુમલામાં તેમના માથાનાં ભાગમાં ઈજા થઈ છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, 50 થી વધુ લોકો કેમ્પસમાં માસ્ક પહેરીને ફરતા જોવા મળી રહ્યા છે, જેમના હાથમાં હોકીની લાકડી, રોડ અને બેટ દેખાઈ રહ્યા છે. બીજી તરફ, ડાબેરીઓએ એબીવીપી પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
