રાયબરેલી,
બુધવારે સવારે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ટ્રેનના કોચ પાટા પરથી ઉતરી પડતાં 7 લોકોના મોત થયા હતા. રાયબરેલી પાસે હરચંદપુરમાં ન્યૂ ફરક્કા એક્સપ્રેસના 6 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. નોર્થ રેલ્વેના ડીવીઝનલ મેનેજર સતીશ કુમાર કહે છે કે હરચંદપુર પાસે સવારે 6 વાગ્યે ન્યૂ ફરક્કા એક્સપ્રેસના કોચ પાટા પરથી ખડી પડ્યાં છે.ટ્રેન વેસ્ટ બંગાળના માલદા શહેરથી નીકળી દિલ્હી આવવા રવાના થઇ ત્યારે આ બનાવ બન્યો હતો.
એક્સીડન્ટમાં 21 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે. લખનઉ અને વારાણસીની NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
#SpotVisuals: Rescue and relief operations are underway at the spot where 9 coaches of New Farakka Express train derailed in #Raebareli. 7 people died in the accident, 21 injured. pic.twitter.com/JwukreeWVY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 10, 2018
આ અકસ્માત બાદ સ્થાનિક ડીએમ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. યુપી સરકાર તરફથી મૃતકોને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ.50,000ની જાહેરાત કરવામાં આવી છે.
આ દુર્ઘટના પછી પ્રશાસન દ્વારા હેલ્પ લાઈન નબંર 05412-254145 અને રેલવેનો ઈમરજન્સી નંબર 027-73677 જાહેર કરી દેવામાં આવ્યા છે.
