Maharashtra News: મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકી (Baba Siddiqui)ની હત્યા (Murder)ની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. પરંતુ મુંબઈ પોલીસ હજુ આ દાવાની પુષ્ટિ કરી રહી નથી. પોલીસે 15 ટીમો બનાવી છે અને આ કેસની તપાસ અનેક એંગલથી શરૂ કરી છે. બીજી તરફ શનિવારે હત્યા બાદ સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા પકડાયેલા બે આરોપીઓમાંથી એક ગુરનૈલ સિંહને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

હત્યામાં ચાર લોકો સંડોવાયેલા
હત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ચાર લોકોની સંડોવણી વિશે કોર્ટને જણાવ્યું છે. તેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે, અને બે ફરાર છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાંના એક ગુરનૈલ સિંહને કોર્ટે સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. બીજા પકડાયેલા આરોપી ધરમરાજ કશ્યપની ઉંમર અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ગુજરાતની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ફરી એકવાર મહારાષ્ટ્રમાં રાજકારણી કમ ઉદ્યોગપતિ બાબા સિદ્દીકીની હત્યાના કારણે ચર્ચામાં છે. અહીં આ ઘટના બાદ પૂર્ણિયાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે ઈન્ટરનેટ મીડિયા પર એક પોસ્ટ કરીને ઘણી હેડલાઈન્સ બનાવી છે. આ પોસ્ટમાં એમ પણ કહ્યું છે કે જો કાયદો પરવાનગી આપશે તો હું 24 કલાકની અંદર લોરેન્સ બિશ્નોઈ જેવા બે ટાકાના ગુનેગારનું આખું નેટવર્ક ખતમ કરી દઈશ. આ પહેલા તેમણે સુરક્ષાને લઈને સરકાર પર જોરદાર પ્રહારો પણ કર્યા હતા.
આ પણ વાંચોઃભારતની એકમાત્ર ટ્રેન જ્યાં ખાવા-પીવાની બધી સુવિધા મફત ઉપલબ્ધ છે, તમે મુસાફરી પણ….
આ પણ વાંચોઃબોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કરનારા બેની ધરપકડ કરવામાં આવી
આ પણ વાંચોઃભારતમાં પણ દોડશે એર-ટૉકિંગ હાઇડ્રોજન ટ્રેન, જાણો સ્પીડ અને કિંમત
