Gujarat News/ ભૂલ સુધારણા અરજીના નામે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે : કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા

સરકારનો જમીન માપણીની ભૂલો સુધારવાનો ઈરાદો નથી એ સ્પષ્ટ થાય છે

Top Stories Gujarat

Gujarat News : ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે ભૂલ સુધારણા અરજીના નામે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે. છેલ્લા 11 વર્ષથી સરકાર ખેડૂતો પાસે ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે.

અરજીઓના આધારે સરકારે 11 વર્ષમાં એકપણ ગામનો નકશો સુધાર્યો નથી, એમ તેમણે કહ્યું હતું  તથા ગામના નકશામાં અસર આપ્યા વગર માત્ર માપણી સીટ જ બનાવીને સરકાર સંતોષ માને છે, એમ પાલભાઈ આંબલીયાએ વધુમાં ઉમેર્યું હતું.

તે સિવાય 11 – 11 વર્ષ વીતવા છતાં સરકાર એક જ રટણ ચાલુ રાખે છે અમે સુધારી દેશું અમે સુધારી દેશું. 11 વર્ષમાં એક ગામ ન સુધારી શક્યા તો 12000 ગામોમાં જ્યાં ભૂલ છે એને ક્યારે સુધારસો ?? એમ તેમણે કહ્યું હતું.સરકારે આજે ફરી ભૂલ સુધારણા અરજીમાં મુદત વધારો આપ્યો છે. જ્યાં સુધી આખેઆખું ગામ ફરીથી ન મપાય ત્યાં સુધી ભૂલો સુધરે નહિ, એમ તેમણે વધુમાં કહ્યું હતું. અમે 2014-15 થી માંગ કરીએ છીએ કે અરજીઓ નહિ આખેઆખા ગામ ફરીથી માપો પરંતુ સરકારનો જમીન માપણીની ભૂલો સુધારવાનો ઈરાદો નથી એ સ્પષ્ટ થાય છે

જો સરકાર આખેઆખા ગામો ફરીથી નહિ માપે તો અમો ગામેગામ જઈશું, એવી પ્રતિક્રિયા તેમણે આપી હતી. જમીન માપણી રદ્દ કરાવવાની માંગ દરેક ખેડૂત કરે તેના માટે જન અભિયાન ચલાવીશું ઉપરાંત ગામેગામથી જમીન માપણી રદ્દ કરવામાં આવે તેવા ફોર્મ ખેડૂતો પાસે ભરાવીશું, એમ પાલભાઈ આંબલિયાએ કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

આ પણ વાંચો:અમદાવાદ સિવિલની બહાર એમ્બ્યુલન્સની લાઇન ઓછી થતી નથી, કોરોનાની વાસ્તવિકતાના જુઓ દ્રશ્યો

આ પણ વાંચો:સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી