Bhanvad/ ભાણવડ તાલુકાના ગામમાં કંપનીએ જમીન પચાવી, પાલ આંબલિયા ખેડૂતોના ઉપવાસ આંદોલનમાં જોડાયા

1971માં ભુદાન અંતર્ગત મળેલી જમીન પર હાલમાં DCC કંપની લેન્ડ ગ્રેબિંગનો કેસ કરીને અને કબજો કરીને ખેડૂતોને હેરાન કરી રહી છે.

Top Stories Gujarat Others Breaking News

Bhanvad News : ભાણવડ તાલુકાના પાછતરડી ગામમાં ખેડૂતોની જમીન પર કંપનીઓનો ગેરકાયદેસર કબ્જો કરવાનો આરોપ લગાવ્યો છે. 1971માં ભુદાન અંતર્ગત મળેલી જમીન પર હાલમાં DCC કંપની લેન્ડ ગ્રેબિંગનો કેસ કરીને ખેડૂતોને હેરાન કરી રહી છે. 1971 માં ખેડૂતોને ભુદાનમાં જમીન મળી હતી, ત્યારથી આજ દિવસ સુધી ખેડૂતોના નામે 7/12 સાથે ખેડૂતો પાસે જ કબ્જો છે.

આ જમીનમાં ખનીજ હોવાથી કંપનીની નજર આ જમીન પર છે અને ખેડૂતોને ત્યાંથી નીકાળવનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર પણ પોલીસબળનો ઉપયોગ કરીને કંપનીને મદદ કરી રહી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. કંપનીએ બનાવેલા લીજ મેપમાં ગામની સરકારી પ્રાથમિક શાળા પણ પોતાના કબજામાં દર્શાવી છે.

આ બાબતે ગ્રામજનો છેલ્લા 9 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. પરંતુ નિંભર પ્રશાસન ખેડૂતોની સમસ્યા સાંભળવા તૈયાર નથી. આજે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈને ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે. પાલ આંબલિયાએ ખેડૂતો સાથે જોડાઈને સમગ્ર બાબતની ચર્ચા કરીને ખેડૂતોને સાથ આપવાનું કહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોના વિરોધ વચ્ચે શંભુ બોર્ડર પર ખેડૂતે કરી આત્મહત્યા, ત્રણ અઠવાડિયામાં બીજી ઘટના

આ પણ વાંચો: જગજીત સિંહ દલ્લેવાલની હાલત નાજુક,ખેડૂતો 10 જાન્યુઆરીએ PMનું પૂતળું બાળશે, 26ના રોજ ટ્રેક્ટર માર્ચ કાઢશે

આ પણ વાંચો: ભાવનગર માર્કેટ યાર્ડમાં મજૂરો અને ખેડૂતો વચ્ચે તણાવ, ડુંગળીની હરાજી ઠપ્પ