Not Set/ સુરત અગ્નિકાંડ : 85 શોપિંગ સેન્ટર સીલ કરાયા, સવા લાખ ઇમારતો ઇમ્પૅક્ટ લઈ કાયદેસર કરાઈ

સુરતમાં સરથાણા વિસ્તારમાં તક્ષશિલા કોમ્પ્લેક્સમાં લાગેલી આગમાં 22ના મોત થયા પછી  સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. શહેરમાં ફાયરસેફ્ટી વિનાના 85 જેટલા શોપિંગ સેન્ટરોને સીલ કરવાની કામગીરી આજે શરૂ કરી છે.સુરતમાં અનેક શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટી વગરના ટ્યુશન કલાસ ધમધમે છે જેમાંના અનેક ટેરેસ પર ડોમ બાંધીને ચાલુ કરાયા છે. ચીફ ફાયર ઓફિસર બસંત […]

Top Stories Gujarat Surat
hhn 8 સુરત અગ્નિકાંડ : 85 શોપિંગ સેન્ટર સીલ કરાયા, સવા લાખ ઇમારતો ઇમ્પૅક્ટ લઈ કાયદેસર કરાઈ

સુરતમાં સરથાણા વિસ્તારમાં તક્ષશિલા કોમ્પ્લેક્સમાં લાગેલી આગમાં 22ના મોત થયા પછી  સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. શહેરમાં ફાયરસેફ્ટી વિનાના 85 જેટલા શોપિંગ સેન્ટરોને સીલ કરવાની કામગીરી આજે શરૂ કરી છે.સુરતમાં અનેક શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટી વગરના ટ્યુશન કલાસ ધમધમે છે જેમાંના અનેક ટેરેસ પર ડોમ બાંધીને ચાલુ કરાયા છે.

ચીફ ફાયર ઓફિસર બસંત પરીક એ જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગાઉ ફાયરસેફ્ટીની કામગીરી માટે સર્વે કરાયો હતો. આ સર્વેની કામગીરીમાં નાના-મોટા 85 જેટલા શોપિંગ સેન્ટર એપાર્ટમેન્ટમાં ફાયરની સુવિધા ન હોવાનું જાણવા મળ્યું હતું.અમે આવા શોપિંગ સેન્ટરને સીલ મારવાની કામગીરી શરૂ કરી છે.

સુરતમાં અનેક ગેરકાયદેસર ઇમારતોને કોર્પોરેશને ઇમપેક્ટ ફી લઈને કાયદેસર બનાવવામાં આવ્યા છે.આવી ઇમારતોમાં ફાયર સેફટીનો અભાવ છે.

ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફીના કાયદાનો અમલ શરૂ કરાયો ત્યારે સુરત મ્યુનિ. વિસ્તારમાં ગુજરાતમા સૌથી વધુ ઈમ્પેક્ટ ફી હેઠળ અરજી થઈ હતી.

સરકારના ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ વરાછા વિસ્તારમાં જ સવા લાખ જેટલી ઇમારતોનો ગેરકાયદેસર બાંધકામ  મંજુર થયુ છે.હવે આવા જોખમી બાંધકામના કારણે લોકોની સલામતી સામે પ્રશ્ન ઉભો થયો છે.

સરકાર અને મ્યુનિ. તંત્ર આવા જોખમી બિલ્ડીંગોને કાયદાની ગાઈડ લાઈન પ્રમાણે મંજુર કરી દીધા છે પરંતુ હવે લોકો માટે આ બિલ્ડીંગ જીવતા બોમ્બ બની ગયા હોવાથી આવા બિલ્ડીંગ સામે શું પગલાં ભરવા તે મોટો પ્રશ્ન બની ગયો છે.