Not Set/ ભારતના સીએસ વેંકટકૃષ્ણન બાર્કલેઝ બેંકના CEO બન્યા,વિશ્વમાં ઇન્ડિયાના CEOનો દબદબો વધ્યો

સીએસ વેંકટકૃષ્ણન અગાઉ બાર્કલેઝમાં ગ્લોબલ માર્કેટ હેડ હતા.વેંકટ બાર્કલેઝ બેંક પીએલસીના સહ-પ્રમુખ તરીકે તેમજ વેંકટ બાર્કલેઝની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે કામ કરતા હતા

Top Stories Business
CEO ભારતના સીએસ વેંકટકૃષ્ણન બાર્કલેઝ બેંકના CEO બન્યા,વિશ્વમાં ઇન્ડિયાના CEOનો દબદબો વધ્યો

વિશ્વના વેપાર જગતમાં ભારતીયોનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. સીએસ વેંકટકૃષ્ણન બાર્કલેઝના સીઈઓ બનશે , સીએસ વેંકટકૃષ્ણન અગાઉ બાર્કલેઝમાં ગ્લોબલ માર્કેટ હેડ હતા.વેંકટ બાર્કલેઝ બેંક પીએલસીના સહ-પ્રમુખ તરીકે તેમજ વેંકટ બાર્કલેઝની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે કામ કરતા હતા. વેંકટ અગાઉ બાર્કલેઝના ચીફ રિસ્ક ઓફિસર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

બાર્કલેઝ બેંક પહેલા, વેંકટ 1994 થી 2016 સુધી જેપી મોર્ગન ચેઝમાં અનેક વરિષ્ઠ હોદ્દા પર હતા. એસેટ મેનેજમેન્ટ બિઝનેસમાં ટોચની પોસ્ટ પર કામ કર્યા પછી, તેઓ ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે લગભગ $200 બિલિયનની સંપત્તિ પણ સંભાળતા હતા. આ સાથે તેમણે ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને રિસ્ક જેવા મુદ્દાઓ પર પણ કામ કર્યું છે. વેંકટે કહ્યું છે કે તે બાર્કલેઝમાં પરિવર્તન માટે પ્રતિબદ્ધ છે અને તેના પર કામ કરવાનું ચાલુ રાખશે.

યુકેના નિયમનકારોએ સ્વર્ગસ્થ ફાઇનાન્સર જેફરી એપસ્ટેઇન સાથેના તેમના સંબંધોની તપાસ કર્યા પછી જેસ સ્ટેલી યુકે બેંક બાર્કલેઝના ચીફ એક્ઝિક્યુટિવ પદેથી રાજીનામું આપી રહ્યા છે. બેંકે કહ્યું કે તે ફાઇનાન્શિયલ કંડક્ટ ઓથોરિટી અને પ્રુડેન્શિયલ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના પ્રાથમિક તારણોથી વાકેફ છે. બેંકે કહ્યું કે તેનું બોર્ડ પરિણામથી નિરાશ છે.

બાર્કલેઝે રોગચાળાના પ્રારંભિક તબક્કામાં રોકાણોમાંથી રેકોર્ડ નફો કર્યો હતો. બાર્કલેઝે સંકેત આપ્યો કે તે ટોચની સ્થિતિમાં ફેરફાર છતાં તેના રોકાણ વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.

વિશ્વમાં ભારતીય સીઇઓ તરીકે કાર્યભાર તરીકે કામકાજ કરી રહ્યા છે જેમાં એડોબના શાંતનુ નારાયણ, સંદીપ કટારિયાને બાટાના 126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ગ્લોબલ સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આલ્ફાબેટના સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના સત્ય નડેલા, અજયપાલ સિંહ બગ્ગા માસ્ટરકાર્ડના પ્રમુખ અને સીઈઓ છે, જ્યારે જયશ્રી ઉલ્લાલ એરિસ્ટા નેટવર્ક્સના પ્રમુખ અને સીઈઓ છે. આ સાથે રાજીવ સૂરી નોકિયાના સીઈઓ છે.