Not Set/ સુરત આગમાં હોમાયેલી હેપ્પીના પિતાના નામે ખોટો મેસેજ વાઇરલ થયો, જાણો શું છે સત્ય હકીકત

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પ્લેક્સમાં આગમાં 22 જણ હોમાઈ ગયા પછી હવે એક પછી એક કરુંણ કથનીઓ બહાર આવી રહી છે.આ દુઃખદ ઘટનાની કમનસીબી એ છે કે લોકો પણ આટલા કરુણ બનાવનો મલાજો રાખ્યા સિવાય સોશિયલ મીડિયામાં ગમે તેવા ખોટા મેસેજો વાઇરલ કરી રહ્યા છે. સુરતના આ અગ્નિકાંડમાં હોમાયેલી હેપ્પી નામની વિદ્યાર્થીનીના પિતાના નામે […]

Top Stories Gujarat Surat
WhatsApp Image 2019 05 26 at 15.19.47 સુરત આગમાં હોમાયેલી હેપ્પીના પિતાના નામે ખોટો મેસેજ વાઇરલ થયો, જાણો શું છે સત્ય હકીકત

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પ્લેક્સમાં આગમાં 22 જણ હોમાઈ ગયા પછી હવે એક પછી એક કરુંણ કથનીઓ બહાર આવી રહી છે.આ દુઃખદ ઘટનાની કમનસીબી એ છે કે લોકો પણ આટલા કરુણ બનાવનો મલાજો રાખ્યા સિવાય સોશિયલ મીડિયામાં ગમે તેવા ખોટા મેસેજો વાઇરલ કરી રહ્યા છે.

સુરતના આ અગ્નિકાંડમાં હોમાયેલી હેપ્પી નામની વિદ્યાર્થીનીના પિતાના નામે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઇરલ થઈ રહ્યો છે.આગની દુર્ઘટનામાં મૃત્યું પામેલી હેપ્પીનાં પિતા દીપકભાઇ દેવચંદભાઇ પાંચાણીના નામે વાઇરલ થયેલા આ મેસેજમાં તે કહી રહ્યા છે કે તેમને સરકારી સહાયના 4 લાખ રૂપિયા નથી જોઈતા.

એક ઓડિયો ક્લિપમાં દેવચંદ ભાઈ એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે  ‘મારે ચાર લાખ રૂપિયા નથી જોઇતો. હું પાલિકાની ફાયર બ્રિગેડને જરૂરી સાધનો લાવવા માટે જોઇએ તો બીજા ચાર લાખ રૂપિયા ઉમેરીને આપુ. પરંતુ પાલિકાની ફાયર બ્રિગેડને જરૂરી તમામ સાધનો અપાવો. એટલે ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરી ન સર્જાય.’

મૃતક હેપ્પીના પિતાના નામે વાઇરલ થયેલો આ મેસેજ ફેક એટલે કે ખોટો છે.હેપ્પીના પરિવારજનોએ ખુલાસો કરતા કહ્યું હતું કે દેવચંદ ભાઈને સ્વરપેટીની બીમારી હોવાથી તે છેલ્લા એક વર્ષથી તેઓ બોલી શકતા નથી.હવે જો તેઓ બોલી જ ના શકતા હોય તો તેમની ઓડિયો ક્લિપ કેવી રીતે બની શકે?

હેપ્પીના કરુણ મોત પછી તેના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે ત્યારે પડતા પર પાટુની જેમ તેમના નામે ખોટા મેસેજ વાઇરલ થઈ રહ્યા છે જેના તેમણે ખુલાસા કરવા પડી રહ્યા છે.

હેપ્પીના પરિવાર સાથે સંકળાયેલી નજીકની વ્યક્તિએ કહ્યું કે અમે કયારે સહાય લેવાની મનાઈ નથી કરી.અમારા ફેમિલીને નામે ખોટા મેસેજ ફરે છે.

શહેરમાં બનેલી અગ્નિકાંડની ઘટનાએ ફક્ત સુરત જ નહીં આખા રાજ્યને હચમચાવી દીધી છે. સરથાણાના તક્ષશિલા અગ્નિકાંડમાં ગતરોજ 19વિદ્યાર્થીઓના મોત થયા હતા જ્યારે બીજા દિવસે પણ મોતનો સિલસિલો યથાવત રહ્યો છે અને જીવ બચાવવા ઉપરથી છલાંગ મારતા ઈજા પામેલી વધુ એક  વિદ્યાર્થિનીએ સારવાર દરમિયાન આજે વહેલી સવારે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા મૃતાંક વધીને 23 થયો છે.

શહેરના સીમાડા નાકા પાસે આવેલ ગૌરવ પાર્ક સોસાયટીમાં રહેતા દીપકભાઈ પાંચાણીની 17 વર્ષીય પુત્રી હેપ્પી સરથાણા ખાતે તક્ષશિલા આર્કેડમા ગોજારી ઘટનામાં પોતાના જીવ બચાવવાના પ્રયાસમાં ઉપરથી કૂદી ગઈ હતી, તેને માથા અને શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ થઇ હતી.

સારવાર માટે તેણીને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. હેપ્પીના સંબંધીએ જણાવ્યું હતું કે હેપ્પી મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલા વંડા ગામના વતની હતી. તે એક ભાઈની એકની એક લાડકવાઈ બહેન હતી હતી.

હેપ્પીએ હાલમાં જ ધોરણ 11ની પરીક્ષા આપી હતી અને તેમાં પાસ થઈને 12માં ધોરણમાં આવી હતી. તેના પિતા હીરાના કામકાજ સાથે સંકળાયેલા છે. એકની એક દીકરીના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.