Not Set/ ભુજ ખાતે સમરસ કુમાર છાત્રાલયને  કોવીડ હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યું

રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે રાજ્યમાં સતત કૂરના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે મોટા શહેરોની સાથે નાના જીલ્લામાં પણ પરિસ્થિતિ વણસી રહી છે

Gujarat Others Trending
mohan kundariya 4 ભુજ ખાતે સમરસ કુમાર છાત્રાલયને  કોવીડ હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યું

રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે રાજ્યમાં સતત કૂરના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે મોટા શહેરોની સાથે નાના જીલ્લામાં પણ પરિસ્થિતિ વણસી રહી છે. નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા ઉભી કરાયેલ વ્યવસ્થાઓ અને સુવિધાઓ બાબતે રાજયમંત્રી વાસણભાઇ આહીરે સુવિધા મુલાકાત લીધી હતી. કચ્છ યુનિવર્સિટી પાસે તૈયાર થઇ રહેલી સમરસ કુમાર છાત્રાલયને  કોવીડ હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યું છે.

વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ની બીજી લહેરના સંક્રમણને અટકાવવા અને પહોંચી વળવા જિલ્લા સ્તરે થઇ રહેલા પૂર્વ આયોજન પૈકી ભુજ તાલુકામાં ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી પાસે સમરસ કુમાર છાત્રાલય, ભુજને કોવીડ હોસ્પિટલ બનાવવા માટે તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ છે. હોસ્ટેલ ખાતે હોસ્પિટલ જેવી થઇ રહેલી સુવિધાઓના જાત નિરીક્ષણ માટે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે તલસ્પર્શી મુલાકાત લીધી હતી.

હાલે કચ્છ જિલ્લામાંકોવીડ-૧૯ ના પોઝીટીવ દર્દઓની સારવાર ઉપલબ્ધ કરાવવા વિવિધ ડેડીકેટેડ હોસ્પિટલ સ્થાપતિ કરવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ પથારીઓની ક્ષમતા વધારો તેમજ સમરસ કુમાર છાત્રાલય ભુજ જેવી નવી હોસ્પિટલોમાં તૈયાર થયેલાં ઈન્ફ્રાસ્ટ્રકચર, મેડિકલ ઈકવીપમેન્ટની ઉપલબ્ધતા અને મેડિકલનો તેમજ ઓકિસજનનો પુરવઠો જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા જિલ્લા સ્તરે સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.