Gujarat election 2022/ છેલ્લા 27 વર્ષમાં કોંગીનો જનાધાર 32થી વધી 41 ટકા: ભાજપનો 42 થી 49 ટકા

Gujarat election 2022માં જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ સમયે ચૂંટણીમાં જનાધાર મહત્વનો છે. આ જનાધાર એટલે કે રાજકીય પક્ષને મળતા મતની ટકાવારી.

Top Stories Gujarat
મહેસાણા
  • ભાજપે 1995માં પહેલી વખત 40 ટકાના વોટશેરની નજીક જઈને 127 બેઠકો મેળવી હતી
  •  2017ની ચૂંટણીમાં પણ કોંગ્રેસને 77 બેઠક મળી હતી, પણ ભાજપની બેઠક 127 પરથી ઘટીને 99 થઈ ગઈ હતી
  • કોંગ્રેસને 1995માં 32.86, 1998માં 34.85, 2002માં 39.28, 2007માં 38, 2012માં 38.93, 2017માં 41.4 ટકા મત 

Gujarat election 2022માં જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ સમયે ચૂંટણીમાં જનાધાર મહત્વનો છે. આ જનાધાર એટલે કે રાજકીય પક્ષને મળતા મતની ટકાવારી. ભાજપે 1995માં પહેલી વખત 40 ટકાના વોટશેરની નજીક જઈને 127 બેઠકો મેળવી હતી અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. યોગાનુયોગ એ છે કે 2017ની ચૂંટણીમાં પણ કોંગ્રેસને 77 બેઠક મળી હતી, પણ ભાજપની બેઠક 127 પરથી ઘટીને 99 થઈ ગઈ હતી.

આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ છે. પ્રથમ તબક્કાની 89 બેઠકોનું મતદાન ગુરુવારે અને બીજા તબક્કાની 93 બેઠકોનું મતદાન પાંચમીએ થવાનું છે. જ્યારે મતગણતરી આઠમી ડિસેમ્બરે છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. પણ અન્ય નાના પક્ષો જેવા કે એઆઇએમઆઇએમ , એનસીપી, સપાની અવગણના કરી ન શકાય.

છેલ્લી છ ચૂંટણીમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જો વોટશેરનો ફેર હોય તો તે દસ ટકાની આસપાસ રહેતો જોવા મળ્યો છે. છેલ્લી છ વિધાનસભા ચૂંટણીનો આ ઇતિહાસ છે. કોંગ્રેસને 1995થી 2017 સુધી 32થી 41 ટકા મત મળ્યા છે. જ્યારે ભાજપને 42થી 49 ટકા મત મેળવીને સત્તા જાળવી રાખે છે.

કોંગ્રેસને 1995માં 32.86 ટકા, 1998માં 34.85 ટકા, 2002માં 39.28 ટકા, 2007માં 38 ટકા, 2012માં 38.93 ટકા અને 2017માં 41.4 ટકા મત મળ્યાહતા.કોંગ્રેસને 1995 પછી સૌથી વધુ બેઠકો ગઈ ચૂંટણીમાં 77 બેઠક મળી હતી. ભાજપને 1995માં 42.51 ટકા, 1998માં 44.81 ટકા, 2002માં 49.85 ટકા, 2007માં 49.12 ટકા, 2012માં 47.85 ટકા મતમળ્યા હતા. 2017માં પણ 49.01 ટકા વોટશેર સાથે જનાધાર ભાજપ તરફી હતો, છતાં પણ ભાજપને તે વખતે 99 બેઠક મળી હતી.

આનો સીધો અર્થ એમ થાયકે ભાજપ-કોંગ્રેસ સિવાયના મત અન્ય પક્ષો,અપક્ષો અને નોટા વચ્ચે વેચાયા હતા. પાંચ લાખથી વધુ મતદારોએ કોઈ ઉમેદવાર પસંદ ન હોવાથી નોટાનું બટન દબાવ્યું હતું. ભાજપ-કોંગ્રેસ જેવા પક્ષેને અમુક મત નિશ્ચિત પ્રમાણમાં મળતા હોય છે. આ સિવાય મત ખેંચવામાં સ્થાનિક ઉમેદવારની પ્રતિભા અને ક્ષમતા, સ્થાનિક સમીકરણો, મતદાનનું પ્રમાણ જે તે વખતનું રાજ્યવ્યાપી વાતાવરણ વગેરે બાબતો મહત્વનો ભાગ ભજવે છે. આમ આ વખતની ચૂંટણીમાં ભાજપના દાવા મુજબ તેનો જનાધાર તે પહેલી વખત 50 ટકા વટાવશે કે નહી તે 8મી ડિસેમ્બરે ખબર પડશે.

આ પણ વાંચોઃ

Gujarat Election 2022/ કેજરીવાલ ગુજરાત સુધી લાંબા થતા AAPમાં નારાજગીઃ હરિયાણા-હિમાચલમાં ધ્યાન કેન્દ્રિત કરાય તેવી ઇચ્છા

Gujarat Election 2022/ ભાજપની ત્રિસ્તરીય વ્યૂહરચનાઃ સત્તા જાળવવાની, કોંગ્રેસને વિપક્ષમાં રાખવાનો અને AAPને નોએન્ટ્રી