Not Set/ આજે ઉપરાષ્ટ્રપતિ મુકશે કરતારપુર સાહિબ કોરીડોરનો પાયો,બની શકે છે ભારત-પાકિસ્તાનના સંબંધનું આશાનું કિરણ

સીખ સમુદાયના પ્રથમ ગુરુ નાનક દેવની ૫૫૦મી જન્મયંતી વર્ષ ૨૦૧૯માં ધામધૂમયહી ઉજવવામાં આવશે. પરંતુ આ ઉત્સવ પહેલા જ કરતારપુર સાહિબ કોરીડોરના  મુદ્દાને લઈને ભારત અને પાકિસ્તાનમાં રાજનીતિ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાને પ્રથમ કરતારપુર કોરીડોર બનાવવાની જાહેરાત કરી હતી ત્યારબાદ ભારત સરકારે પણ હવે કરતારપુર કોરીડોર બનાવવાની જાહેરાત કરી છે. Gurdaspur(Punjab): Vice President M […]

Top Stories India Trending Politics
33333 આજે ઉપરાષ્ટ્રપતિ મુકશે કરતારપુર સાહિબ કોરીડોરનો પાયો,બની શકે છે ભારત-પાકિસ્તાનના સંબંધનું આશાનું કિરણ

સીખ સમુદાયના પ્રથમ ગુરુ નાનક દેવની ૫૫૦મી જન્મયંતી વર્ષ ૨૦૧૯માં ધામધૂમયહી ઉજવવામાં આવશે. પરંતુ આ ઉત્સવ પહેલા જ કરતારપુર સાહિબ કોરીડોરના  મુદ્દાને લઈને ભારત અને પાકિસ્તાનમાં રાજનીતિ ગરમાયું છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાને પ્રથમ કરતારપુર કોરીડોર બનાવવાની જાહેરાત કરી હતી ત્યારબાદ ભારત સરકારે પણ હવે કરતારપુર કોરીડોર બનાવવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ સોમવારે કરતારપુર કોરીડોરમાં પાયો નાખશે. આ દરમ્યાન પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ હાજર રહેશે.

પાકિસ્તાન બોર્ડર  પાસે આવેલા માન ગામમાં ડેરા બાબા નાનક અને કરતારપુર સાહેબ રોડ કોરીડોરને તૈયાર કરવામાં આવશે . આ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી,  હમસિમરત કૌર  બાદલ પણ હાજર રહેશે.

આશાની કિરણ બની શકે છે કોરીડોર

બને દેશની આઝાદી પછી કદાચ પ્રથમ વખત એવું બનશે કે કોઈ પણ પ્રકારની સમસ્યા વગર લોકો બોર્ડર પાર કરી શકશે . આ જ કારણોને લીધે આ કોરીડોર નવી આશા લઈને આવે એવું લાગી રહ્યું છે .

ભારતના વિદેશમંત્રીએ ચોખ્ખી ના પાડી દીધી

પાકિસ્તાનના વડાપ્રધાને કોરીડોરના પાયો નાખવાના કાર્યક્રમ માં પંજાબ સરકારના મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુ અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને આમંત્રણ આપ્યું છે.

જેમાં સુષ્મા સ્વરાજે આ આમંત્રનો અસ્વીકાર કર્યો છે. કાર્યક્રમમાં ભારતના પ્રતિનિધિ તરીકે હર સિમરત કૌર બાદલ અને હરદીપ સિંહ શામેલ થશે.

કરતારપુર સાહિબ કોરીડોરમાં ગુરુ નાનકે પસાર કર્યું  હતું જીવન 

Image result for kartarpur sahib corridor

કરતારપુર સાહિબ એક એવું સ્થાન છે, જ્યાં ગુરુનાનક દેવે તેમના જીવનના 17 વર્ષ, પાંચ મહિના અને નવ દિવસ પસાર કર્યા હતા.”

“ગુરુસાહિબનો આખો પરિવાર પણ કરતારપુર સાહિબમાં જ આવીને વસી ગયો હતો. ગુરુ સાહિબના માતા-પિતાનો દેહાંત પણ અહીં થયો હતો.”

શું મહત્વ છે કરતારપુર સાહિબ કોરીડોરનું ?

તમને જણાવી દઈએ કે સીખ સમુદાયના પ્રથમ ગુરુ નાનકદેવે કરતારપુરમાં પોતાના જીવનના કેટલાક અંતિમ દિવસો વિતાવ્યા હતા. અહિયાં એક ગુરુદ્વારા છે જેને કરતારપુર સાહિબ તરીકે ઓળખવામાં આવે છે.

આ ગુરુદ્વારા ભારત-પાકિસ્તાનની સીમાથી આશરે ચાર કિલોમીટર દૂર આવેલ છે.

આ ગુરુદ્વારાનો સંબંધ શીખોના પહેલા ગુરુ શ્રી ગુરુનાનક દેવ સાથે છે. ગુરુનાનકે રાવી નદીના કિનારે એક નગર વસાવ્યું હતું અને ‘ઇશ્વરનું નામ જપો, મહેનત કરો અને વહેંચીને ખાઓ’ એવી શીખ આપી હતી.

ઇતિહાસમાં જણાવ્યા અનુસાર, ગુરુનાનક દેવ તરફથી ભાઈ લહણાજીને ગુરુગાદી પણ આ સ્થાને જ સોંપવામાં આવી હતી.ભાઈ લહણાજીને બીજા ગુરુ અંગદ દેવના નામે ઓળખવામાં આવે છે. ગુરુનાનક દેવે છેલ્લે આ સ્થળે જ સમાધિ લીધી હતી.