Not Set/ નવરાત્રીને હવે બાકી રહ્યા ગણતરીના દિવસો, લો ગાર્ડનમાં ઉમટ્યા ખેલૈયાઓ

અમદાવાદ વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ એટલે નવરાત્રી. નવરાત્રી આવે એટલે લોકો અગાઉથી જ તૈયારી કરતાં હોય છે.અમદાવાદમાં નવરાત્રી બજાર તરીકે જાણીતું લો ગાર્ડન બજાર જ્યાં અવનવા ચણીયાચોળી જોવા મળી રહ્યાં છે.આ વખતે પણ નવરાત્રીના ટ્રેડિશનલ કપડાંની વેરાયટી સાથે લૉ ગાર્ડન બજારમાં જોવા મળે છે.અહીંયા આ વખતે ફાસ્ટ કલર્સથી માંડીને ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલના પહેરવેશ પણ આવ્યા […]

Trending Navratri 2022
uuu નવરાત્રીને હવે બાકી રહ્યા ગણતરીના દિવસો, લો ગાર્ડનમાં ઉમટ્યા ખેલૈયાઓ

અમદાવાદ

વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ એટલે નવરાત્રી. નવરાત્રી આવે એટલે લોકો અગાઉથી જ તૈયારી કરતાં હોય છે.અમદાવાદમાં નવરાત્રી બજાર તરીકે જાણીતું લો ગાર્ડન બજાર જ્યાં અવનવા ચણીયાચોળી જોવા મળી રહ્યાં છે.આ વખતે પણ નવરાત્રીના ટ્રેડિશનલ કપડાંની વેરાયટી સાથે લૉ ગાર્ડન બજારમાં જોવા મળે છે.અહીંયા આ વખતે ફાસ્ટ કલર્સથી માંડીને ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલના પહેરવેશ પણ આવ્યા છે.

આ ઉપરાંત ખરીદદારોની ભીડ નવરાત્રીના ઉત્સાહને દર્શાવી રહી છે.કોટન મટીરીયલમાંથી પ્લેન કલરના ચણીયાની સાથે જ બ્લોક પ્રીન્ટના દુપટ્ટાની નવી સ્ટાઇલ માર્કેટમાં જોવા મળી છે જેની સાથે જ બજાર આ વખતે ઘેલી ધાધરા ચોલીનો પણ નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ વખતે ચણિયા ચોળીની કિંમત 15 હજારથી 17 હજાર રૂપિયા સુધીની છે.

એક સમયે રામલીલાથી લઈને પદ્માવતીના ગીતો ધૂમ મચાવતું યુવાધન હવે તે મુવીના ટ્રેન્ડમાંથી બહાર નીકળી રહ્યુ છે. અને હવે એક સામાન્ય ટ્રેન્ડને ફોલો ન કરતાં બીજા કરતાં અલગ કરવા માંગે છે. આ વખતે ભારે ભરખમની જગ્યાએ લીધી છે સીમ્પલ અને વેઈટલોસ ચણિયાચોળીએ..જો કે સીમ્પલ છતાં પણ પોતાની જાતને એલિગન્ટ લગાડવાનું આજની યુવતીઓ ચુકતી નથી..કોટન મટિરીયલ્સમાંથી પ્લને કલરના ચણીયાની સાથે જ બ્રોકેટ કે પછી હેવી મટિરીયલ્સનો બ્લાઉઝ અને તેની સાથે બ્લોક પ્રિન્ટના દુપટ્ટાની નવી સ્ટાઈલ બજારમાં જોવા મળી રહી છે.તો બંજારા ઘેલી ઘાઘરા ચોલીનો પણ નવો ટ્રેન્ડ બજારમાં જોવા મળી રહ્યો છે.

નવરાત્રીમાં માત્ર યુવતીઓ જ નહીં યુવકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો અને યુવતીઓમાં પાઘડી અને ગોગલ્સનો નવો ક્રેઝ જોવા મળી રહ્યો છે.