Not Set/ નગર પાલિકામાં અધિકારીઓની જગ્યા મામલે વિપક્ષના આક્ષેપ,કલેક્ટરને કરી રજૂઆત

નવસારી, નવસારી નગર પાલિકામાં ઘણા લાંબા સમયથી મહત્વના અધિકારીઓની જગ્યાઓ ખાલી હોવાના આક્ષેપો સાથે પાલિકાના વિપક્ષી કોર્પોરેટરે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. પાલિકાનો કારભાર યોગ્ય અધિકારીઓના અભાવે બિન જવાબદાર અને ટેકનીકલ જ્ઞાન ન ધરાવનારા કર્મચારીઓ દ્વારા ચાલાતો હોવાના ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. પાલિકામાં ઓડિટર, હિસાબી અધિકારી, હાઈડ્રોલિક એન્જીનિયર, ડ્રેનેજ એન્જીનિયર, બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર, આરોગ્ય […]

Gujarat Others Trending
mantavya 127 નગર પાલિકામાં અધિકારીઓની જગ્યા મામલે વિપક્ષના આક્ષેપ,કલેક્ટરને કરી રજૂઆત

નવસારી,

નવસારી નગર પાલિકામાં ઘણા લાંબા સમયથી મહત્વના અધિકારીઓની જગ્યાઓ ખાલી હોવાના આક્ષેપો સાથે પાલિકાના વિપક્ષી કોર્પોરેટરે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી.

પાલિકાનો કારભાર યોગ્ય અધિકારીઓના અભાવે બિન જવાબદાર અને ટેકનીકલ જ્ઞાન ન ધરાવનારા કર્મચારીઓ દ્વારા ચાલાતો હોવાના ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા.

પાલિકામાં ઓડિટર, હિસાબી અધિકારી, હાઈડ્રોલિક એન્જીનિયર, ડ્રેનેજ એન્જીનિયર, બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર, આરોગ્ય અધિકારી, વેરા અધિકારી, રજિસ્ટ્રાર જેવા મહત્વના પદો પર યોગ્ય અધિકારીઓની નિમણૂક કરવામાં નથી આવતી.

જેમાં સુવર્ણ ઇતિહાસ ધરાવતી નવસારી નગર પાલિકા, કે જે એક સમયે સુરત મહાનગર પાલિકાને આર્થિક મદદ કરતી હતી. પરંતુ અધિકારીઓના અભાવે અને પાલિકાના શાશકોની અણઆવડતને કારણે આજે નવસારી પાલિકા દેવામાં હોવાના આક્ષેપો પણ વિપક્ષે લગાવ્યા હતા.