Not Set/ સુરત: સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટમાં ઉઠી ગેરરીતિની બૂમ

સુરત, સુરતની ખ્યાતનામ ઇન્સ્ટિટ્યૂટ અને દેશમાં પણ જેની ગણના થાય છે. એવી એસ વી એન આઈ ટી ના સંચાલકો દ્વારા ગેર વહીવટ થઈ રહ્યો હોવાની ફરિયાદો વારંવાર ઉઠી રહી છે. બસ ખરીદી હોય કે અન્ય કોઈ સાધનોની ખરીદીમાં મળતીયાઓ ને જ કોન્ટ્રાકટ આપવાની સામે ફરિયાદો ઉઠી હતી. નાણાકીય વર્ષ 2017-18 અને વર્ષ 2018-19 નું ઓડિટ […]

Top Stories Gujarat Surat
mantavya 206 સુરત: સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટમાં ઉઠી ગેરરીતિની બૂમ

સુરત,

સુરતની ખ્યાતનામ ઇન્સ્ટિટ્યૂટ અને દેશમાં પણ જેની ગણના થાય છે. એવી એસ વી એન આઈ ટી ના સંચાલકો દ્વારા ગેર વહીવટ થઈ રહ્યો હોવાની ફરિયાદો વારંવાર ઉઠી રહી છે.

બસ ખરીદી હોય કે અન્ય કોઈ સાધનોની ખરીદીમાં મળતીયાઓ ને જ કોન્ટ્રાકટ આપવાની સામે ફરિયાદો ઉઠી હતી. નાણાકીય વર્ષ 2017-18 અને વર્ષ 2018-19 નું ઓડિટ જ નહીં કરવામાં આવતા સંચાલકોના વહીવટ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

ઓડિટ નહીં કરવામાં આવતા સરકાર તરફથી ગ્રાન્ટ પેટે મળતા કરોડો રૂપિયા લેપ્સ થવા પામ્યા હતા. વિદ્યાર્થીઓ માટે વાપરવામાં આવતી ગ્રાન્ટ જ ઓડિટ રિપોર્ટના અભાવે નહીં મળતાં વિદ્યાર્થીઓને સુવિધા આપવામાં પણ ઇન્સ્ટિટ્યૂટ ઉણું ઉતર્યું છે. આ અંગે જ્યારે સંચાલકોને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ પોતાનો લુલો બચાવ કરી રહ્યા હતા.