Not Set/ વડોદરામાં વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, સ્કૂલમાં ઓફ લાઈન શિક્ષણ કરાયું બંધ

વડોદરામાં વધુ એક વિધાર્થીને કોરોના થયો હોવાની માહિતી મળી છે.  શૈશવ સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ઓફ લાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે.  

Gujarat Vadodara
વડોદરામાં
  • વડોદરામાં વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ
  • શૈશવ સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ
  • ધો.12નો વિદ્યાર્થી કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
  • શાળા દ્વારા ઓફ લાઈન શિક્ષણ કરાયું બંધ

રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના હવે ઝડપથી સ્કૂલના વિદ્યાર્થીમાં ફેલાઈ રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ બાદ વડોદરામાં વધુ એક વિધાર્થીને કોરોના થયો હોવાની માહિતી મળી છે.  શૈશવ સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ઓફ લાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે.  જણાવી દઈએ કે, ધો.12નો વિદ્યાર્થી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો :CM તરીકે ભૂપેન્દ્ર પટેલે પુરા કર્યા 100 દિવસ, આગામી વિધાનસભાની ચૂંટણી રહેશે મોટો પડકાર

ગઇકાલે એટલે કે, 21 ડિસેમ્બરના રોજ .એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયુ હતું. જેના પગલે કોલેજ સત્તાવાળાઓ દ્વારા શનિવારથી કોલેજનું શૈક્ષણિક કાર્ય એક સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ વડોદરામાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે. વડોદરાની સિગ્નસ સ્કૂલના ધોરણ. 6નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થી વિશે જાણવા મળી રહ્યું છે કે તે ઓમીક્રોનગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યો હતો. વિધાર્થીને 16 ડિસેમ્બરે કોરોના થયો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે હવે 24 ડિસેમ્બર સુધી ધો.6ના વર્ગના ઓફલાઈન ક્લાસ બંધ કરાયા છે. શહેરમાં 5 દિવસમાં 3 વિદ્યાર્થી અને 1 શિક્ષિકા કોરોનાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે.

વડોદરામાં પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોના પગલે વડોદરામાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 21 ડિસેમ્બર થી 4 જાન્યુઆરી સુધી જાહેરનામું લાગુ રહેશે. કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોમાં જાહેરનામનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. શહેરમાં હવે જાહેર સ્થળો પર સભા કરવી, સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.

આ પણ વાંચો : મહિલાએ ડોગીનું નામ સોનુ રાખ્યું, પછી પાડોશીઓએ કર્યું એવું કે, તે જાણીને તમે પણ..

આ પણ વાંચો :છોટાઉદેપુરના કાવિઠા ગ્રામ પંચાયતની બહુચર્ચિત સરપંચની બેઠક પર મોડલ એશ્રા પટેલની હાર…..

આ પણ વાંચો :જુદાં-જુદાં જીલ્લામાં ફરજ બજાવતા 78 હથિયારી પીએસઆઇની પીઆઇ તરીકે બઢતી

આ પણ વાંચો : દાહોદ-ઇન્દોર નેશનલ હાઇવે પર ટ્રકે બાઇકને ટક્કર મારતાં બે લોકોના ઘટના સ્થળે મોત….