રાજ્યમાં પાલતુ ડોગી ના નામ પર મહિલાને જીવતી સળગાવી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેના કારણે મહિલા ખરાબ રીતે દાઝી ગઈ હતી. જે બાદ તેને તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં લઈ જઆવી હતી જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે 6 લોકો સામે ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 87 કેસ,સંક્રમણથી બે દર્દીનું મોત
કહેવામાં આવી રહ્યું છે કે પીડિત નીતાબેન સરવૈયાએ પોતાના ડોગી નું નામ ‘સોનુ’ રાખ્યું હતું. યોગાનુયોગ નીતાબેન સરવૈયાના પાડોશી સુરાભાઈ ભરવાડની પત્નીનું નામ પણ સોનુ છે. આનાથી સુરભાઈ ગુસ્સે થયા. નારાજગી એટલી હતી કે તેણે તેના મિત્રો સાથે મળીને નીતાબેન પર જીવલેણ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ સોમવારે બપોરે નીતાબેનના પતિ અને તેમના બે પુત્રો કોઈ કામ અર્થે ઘરની બહાર ગયા હતા. આ દરમિયાન નીતાબેન અને તેનો નાનો પુત્ર ઘરે હતા. તક જોઈ સુરાભાઈ ભરવાડ અને તેના અન્ય 5 સાગરિતો નીતાબેનના ઘરમાં ઘૂસી ગયા હતા. જણાવવામાં આવ્યું હતું કે અગાઉ આ લોકોએ નીતાબેન સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ડોગીનું નામ સોનુ રાખવા અંગે ખરાબ વાતો કરી હતી.
તેમની વાતને અવગણીને નીતાબેન તેમના રસોડામાં ગયા અને કામ કરવા લાગ્યા. આ પછી ત્રણ લોકો તેની પાછળ ગયા હતા અને નીતાબેન પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. પીડિતા આગમાં એટલી સળગી ગઈ હતી કે તેની ચીસો બાકીના પડોશીઓએ સાંભળી હતી. બૂમો સાંભળીને પાડોશીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દરમિયાન નીતાબેનના પતિ અને પુત્ર પણ ઘરે પહોંચ્યા હતા. જે બાદ ધાબળાની મદદથી આગને કોઈ રીતે કાબુમાં લેવામાં આવી હતી. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
આ પણ વાંચો :દાહોદના કેશરપુરમાં વિજ્ય ઉમેદવારના ઘર પર તોડફોડ કરવામાં આવી, હારેલા ઉમેદવારે કર્યો હુમલો…
ઘટનામાં ગંભીર રીતે દાઝેલાં નીતાબેનને પ્રથમ માનસિંહજી હોસ્પિટલ પાલિતાણા બાદ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આગની જ્વાળાઓ તેમના શરીરના ગળા સુધીના ભાગને ચપેટમાં લઈ લીધો છે. સારવાર કરી રહેલા ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, તેમનું શરીર 80 ટકા જેટલું દાઝી જતાં સ્થિતિ ગંભીર છે. આ બનાવ સમયે ઘરમાં તેમના 6 વર્ષનો પુત્ર નંદરાજ ઘરે હતો, જેની સામે જ તેની માતાને જીવતી સળગાવી દેવામાં આવી હતી.આ ઘટનાનું કરણ એવું હતું કે થોડા સમય પહેલા જ બન્ને પાડોશીઓની મહિલાઓ વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જેનું સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ નીતાબેનના પરિવારે જર્મન શેફર્ડ બ્રીડનું એક કૂતરું લાવ્યા હતા જેનું નામ તેમણે સોનું રાખ્યું હતું અને હુમલો કરનારા લોકોમાંથી સુરાભાઈની પત્નીનું નામ સોનું હતું, જેથી આ લોકોએ સોનું નામ રાખ્યું હોવાથી આ હુમલો કર્યો હોવાનું મહિલા પરિવારજનોએ જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે નીતાબેન અને તેના પરિવાર વચ્ચે પાણીના પુરવઠાને લઈને ઘણી વખત ઝઘડો થયો હતો. આગ લગાડવાની આ ઘટનામાં ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ 6 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે હવે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : અનૈતિક સંબંધ હોવા છતા ભરણપોષણના અધિકારથી વંચિત રાખી શકાય નહીઃહાઇકોર્ટ
આ પણ વાંચો :ખજુરી પીપળીયા ગ્રામ પંચાયતની સભ્યની ચૂંટણી લડતા ઉમેદવારને એક પણ મત ન મળ્યો….
આ પણ વાંચો :જુદાં-જુદાં જીલ્લામાં ફરજ બજાવતા 78 હથિયારી પીએસઆઇની પીઆઇ તરીકે બઢતી
