- જામનગરમાંથી ગાંજાનો જંગી જથ્થો ઝડપાયો
- 41 કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
- જામનગર SOGએ બાતમીના આધારે પાડ્યો હતો દરોડો
- મહમદ હુસેન સમા નામના શખ્સના ઘરમાંથી ગાંજો ઝડપાયો
- રૂ. 4,18,000ના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ
ગુજરાતમાં ડ્રગ્સ,દારૂ અને ગાંજાના જથ્થા પકડાવવાના સમાચાર આમી બની ગયા છે, ગુજરાત આજે ગેરકાયદેસર પ્રવૃતિનો હબ બનતો જાય છે, દરિયા માર્ગે સૌથી વધારે નશીલા પદાર્થો ઘૂસાડવામાં આવે છે.જામનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરમાંથી જંગી માત્રામાં ગાંજો પક્ડાયો છે. 41 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.એસઓજીને બાતમી મળતા તેમણે પોતાનો નેટવર્ક ઉભું કરીને એક ઘરમાં દરોડા પાડ્યા હતા. ઘરમાંથી ખુબ મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, એક શખ્સની એસઓજીએ ધરપકડ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે એસઓજીએ જે શ્ખસને ઘરમાંથી પકડ્યો છે તેનું નામ મહમદ હુસેન છે તેની પાસે 41 કિલો જંગી માત્રામાં ગાંજો પકડ્યાે હતો ,તેની અંદાજિત કિમત ચાર લાખ અઠાર હજાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ પુછતાછ હાછ ધરી છે.
