CBI Seizes/ WAPCOS ના ભૂતપૂર્વ CMD સામે CBIની કાર્યવાહી, આટલા કરોડ રૂપિયા કર્યા જપ્ત

સીબીઆઈએ મંગળવારે (2 મે) અપ્રમાણસર સંપત્તિ કેસમાં મોટી કાર્યવાહી કરી હતી. CBIએ જલ શક્તિ મંત્રાલય હેઠળના WAPCOS વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી (WAPCOS) ના ભૂતપૂર્વ CMD રાજેન્દ્ર કુમાર ગૌતમના ઘર પર દરોડા દરમિયાન 20 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે

Top Stories India
1 WAPCOS ના ભૂતપૂર્વ CMD સામે CBIની કાર્યવાહી, આટલા કરોડ રૂપિયા કર્યા જપ્ત

સીબીઆઈએ મંગળવારે (2 મે) અપ્રમાણસર સંપત્તિ કેસમાં મોટી કાર્યવાહી કરી હતી. CBIએ જલ શક્તિ મંત્રાલય હેઠળના WAPCOS વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી (WAPCOS) ના ભૂતપૂર્વ CMD રાજેન્દ્ર કુમાર ગૌતમના ઘર પર દરોડા દરમિયાન 20 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.

સીબીઆઈએ જણાવ્યું કે રાજેન્દ્ર કુમાર ગૌતમ અને તેમના પરિવાર વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ અમે દિલ્હી, ચંદીગઢ, પંચકુલા, ગુરુગ્રામ, સોનીપત અને ગાઝિયાબાદ સહિત લગભગ 19 સ્થળોએ દરોડા પાડ્યા.

આ સમય દરમિયાન અમને આ રોકડ મળી છે. ફોટામાં દેખાઈ રહ્યું છે કે રોકડ સૂટકેસ અને પલંગમાં રાખવામાં આવી હતી. જ્યારે સીબીઆઈએ દરોડા દરમિયાન તપાસ કરી તો તેમને આ રોકડ મળી આવી.