GSEB Result 2022/ ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતીકાલે સવારે 10 વાગ્યે થશે જાહેર

ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન, (GSEB) એટલે કે ગુજરાત બોર્ડ GSEB ધોરણ 12માનું પરિણામ 2022 ટૂંક સમયમાં બહાર પાડવા જઈ રહ્યું છે

Top Stories Gujarat
3 1 1 ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતીકાલે સવારે 10 વાગ્યે થશે જાહેર

ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન, (GSEB) એટલે કે ગુજરાત બોર્ડ GSEB ધોરણ 12માનું પરિણામ 2022 ટૂંક સમયમાં બહાર પાડવા જઈ રહ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગ, ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર સૂચના મુજબ, GSEB HSC સાયન્સ 2022 પરિણામ ગુરુવાર, 12 મે, 2022 ના રોજ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે.

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ધોરણ 12 સાયન્સ ફેકલ્ટીનું પરિણામ સવારે 10 વાગ્યા પછી જાહેર કરવામાં આવશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ગુજકેટ 2022 એટલે કે ગુજરાત CET 2022નું પરિણામ પણ એકસાથે જાહેર કરવામાં આવશે. જયારે GSEB કોમર્સ અને આર્ટ્સના પરિણામ માટે, હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, વાણિજ્ય અને કલાના પરિણામો 10 દિવસના ગાળામાં જાહેર કરવામાં આવ્યા છે.

વિજ્ઞાન અને અન્ય ફેકલ્ટી માટેની ગુજરાત બોર્ડની ધોરણ 12ની બોર્ડ પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ, 2022 દરમિયાન યોજાઈ હતી. આ વર્ષે રાજ્યમાં ધોરણ 12ની પરીક્ષામાં લગભગ પાંચ લાખ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. પરીક્ષાઓ દરમિયાન, કોવિડ-19 ચેપી રોગચાળાને અટકાવવા સંબંધિત વિશેષ માર્ગદર્શિકાઓનું કડકપણે પાલન કરવામાં આવ્યું હતું.

જયારે  ગુજરાત CET 2022 નું પરિણામ પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા 12 મે, ગુરુવારે જ જાહેર કરવામાં આવશે. GUSAT પરિણામ GSEB ની સત્તાવાર વેબસાઇટ – gseb.org અને gsebeservice.com પર અપલોડ કરવામાં આવશે. જે ઉમેદવારોએ અરજી કરી હતી અને ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે હાજર થયા હતા તેઓ તેમના અરજી નંબર અને અન્ય ઓળખપત્રોનો ઉપયોગ કરીને તેમનું પરિણામ ચકાસી શકશે.