boxing/ બોક્સિંગમાં ટીમ ઈન્ડિયાની ગોલ્ડન હેટ્રિક, નિખત ઝરીને ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો

દિલ્હીમાં આયોજિત વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. નિખત ઝરીને ભારત માટે ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. નિખત ઝરીને 50…

Top Stories Sports
golden hat-trick in boxing

golden hat-trick in boxing: દિલ્હીમાં આયોજિત વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. નિખત ઝરીને ભારત માટે ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. નિખત ઝરીને 50 કિગ્રા વર્ગની ફાઈનલ મેચમાં વિયેતનામના ન્ગુયેન થી ટેમને 5-0થી હરાવ્યો હતો. નિખત ઝરીન વિશ્વ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ જીતનારી માત્ર બીજી ભારતીય મહિલા બોક્સર છે.

રમતનો પ્રથમ રાઉન્ડ ખૂબ જ રોમાંચક રહ્યો હતો. નિખત ઝરીને આ રાઉન્ડમાં કેટલાક સારા શોટ લગાવ્યા હતા, જ્યારે વિયેતનામના ટેમે પણ હિંમત હારી ન હતી અને કેટલાક નક્કર અપરકટ્સ લેન્ડ કર્યા હતા. આ હોવા છતાં પ્રથમ રાઉન્ડમાં રેફરીએ સર્વસંમતિથી નિખાતની તરફેણમાં પોઈન્ટ આપ્યા હતા. નિખત ઝરીનને બીજા રાઉન્ડમાં સારી લડાઈ મળી અને ટેમે તે રાઉન્ડ 3-2થી જીતી લીધો. ફાઈનલ રાઉન્ડમાં ફરી એકવાર બંને બોક્સરો વચ્ચે નિકટની લડાઈ જોવા મળી હતી. આ ત્રીજા રાઉન્ડમાં નિખાતે વિપક્ષી ખેલાડીથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો અને આક્રમણ તેમજ સારા સંરક્ષણના આધારે ટેમને હરાવ્યો. 26 વર્ષની નિખાત ઝરીને ગયા વર્ષે પણ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય અનુભવી એમસી મેરી કોમે આ ચેમ્પિયનશિપમાં રેકોર્ડ 6 વખત (2002, 2005, 2006, 2008, 2010 અને 2018) ગોલ્ડ મેડલ જીત્યો છે. તો સરિતા દેવી (2006), જેની આરએલ (2006), લેખા કેસી (2006), નીતુ ઘંઘાસ (2023) અને સ્વીટી બૂરા (2023) પણ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય બોક્સર છે.

25 માર્ચ (શનિવાર)ના રોજ બે ભારતીય બોક્સર ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. કોમનવેલ્થ ગેમ્સ 2022ની સુવર્ણ ચંદ્રક વિજેતા નીતુ ઘંઘાસે 48 કિગ્રા વજન વર્ગમાં અને અનુભવી બોક્સર સ્વીટી બુરાએ 81 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. નીતુએ શાનદાર પ્રદર્શન કરતા ફાઈનલ મેચમાં મંગોલિયાની લુત્સાઈખાન અલ્તાનસેતસેગને 5-0થી પરાજય આપ્યો હતો. તો 30 વર્ષીય સ્વીટીએ લાઇટ હેવીવેઇટ કેટેગરીમાં ચીનની વાંગ લીનાના પડકારને પછાડીને 4-3થી જીત મેળવી હતી.

આ પણ વાંચો: MUKESH AMBANI/ FMCG સેક્ટરમાં આ કંપનીઓ સાથે ટક્કર લેવા તૈયાર મુકેશ અંબાણી, અપનાવશે ‘JIO ફોર્મ્યુલા’

આ પણ વાંચો: Science/ ISRO એ ફરી રચ્યો ઈતિહાસ: વનવેબ ઈન્ડિયા-2 મિશન હેઠળ નિશ્ચિત ભ્રમણકક્ષામાં 36 ઉપગ્રહો સ્થાપિત

આ પણ વાંચો: Uttarpradesh/ અતીકને ગુજરાતમાંથી લાવવા માટે યુપી પોલીસની આવી તૈયારીઓ