Not Set/ ગલવાન ખીણ જ્યા 1962 માં ચીની સૈનિકોએ ભારત સાથે કર્યો હતો દગો આજે તે જ જગ્યાએ…

લદ્દાખમાં ભારત-ચીની સૈનિકો વચ્ચે અથડામણ થયાના સમાચાર મળ્યા પછી ગલવાન વેલી ચર્ચામાં આવી છે. આ તે ખીણ છે જ્યાં ભારત અને ચીની સેના વચ્ચે હિંસક અથડામણનાં સમાચાર છે. આ ખીણ ભારતીય ઇતિહાસમાં અગાઉ ચર્ચામાં રહી છે. તેનું કારણ 1962 નું ભારત-ચીન યુદ્ધ છે. આ ખીણમાં ચીની સેનાએ તે સમયે ભારત સાથે દગો પણ કર્યો હતો. […]

India
3bf120a6d625666aabd08e353e6284da ગલવાન ખીણ જ્યા 1962 માં ચીની સૈનિકોએ ભારત સાથે કર્યો હતો દગો આજે તે જ જગ્યાએ...
3bf120a6d625666aabd08e353e6284da ગલવાન ખીણ જ્યા 1962 માં ચીની સૈનિકોએ ભારત સાથે કર્યો હતો દગો આજે તે જ જગ્યાએ...

લદ્દાખમાં ભારત-ચીની સૈનિકો વચ્ચે અથડામણ થયાના સમાચાર મળ્યા પછી ગલવાન વેલી ચર્ચામાં આવી છે. આ તે ખીણ છે જ્યાં ભારત અને ચીની સેના વચ્ચે હિંસક અથડામણનાં સમાચાર છે.

આ ખીણ ભારતીય ઇતિહાસમાં અગાઉ ચર્ચામાં રહી છે. તેનું કારણ 1962 નું ભારત-ચીન યુદ્ધ છે. આ ખીણમાં ચીની સેનાએ તે સમયે ભારત સાથે દગો પણ કર્યો હતો. આ જ ઇતિહાસ આજે પુનરાવર્તિત થયો છે. આ ખીણમાં હિંસક અથડામણમાં ભારતીય સૈન્યનાં એક અધિકારી અને બે સૈનિકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. ગલવાન ખીણનો સમગ્ર વિસ્તાર લદ્દાખમાં આવે છે. આ નદી પણ અહીં વહે છે. અહીંનાં વિવાદિત વિસ્તારોમાં, ચીની સેનાએ તંબૂ મુક્યા છે, જેનો ભારત વિરોધ કરે છે. નિષ્ણાંતો કહે છે કે ચીની આર્મી દ્વારા અહીં તંબુ મૂકવાનો હેતુ ખરેખર ભારતીય સેનાને ઉશ્કેરવાનો છે.

ઇતિહાસનાં નિષ્ણાતો કહે છે કે 1962 માં ભારત અને ચીન વચ્ચે જે યુદ્ધ થયુ, તે સમયે પહેલીવાર તણાવ આ ખીણથી શરૂ થયો. આજે ફરી ભારતીય સૈનિકોની હત્યાનાં કારણે તણાવ વધી ગયો છે. જણાવી દઈએ કે લદ્દાખમાં ભારત અને ચીની સેના વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. બધી બેઠક બાદ પણ આ વિવાદ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. અહેવાલો અનુસાર ગલવાન વિસ્તારમાં તણાવ એટલો વધી ગયો હતો કે સોમવારે રાત્રે હિંસક અથડામણમાં ભારતીય સેનાનાં અધિકારીઓ અને બે સૈનિકો માર્યા ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.