મંગળવારે છતીસગઢમાં ભિલાઈમાં આવેલ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં ૯ લોકોના મૃત્યુ થયા છે અને ૧૪ થી પણ વધારે લોકો ઘાયલ થયા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્ટીલ પ્લાન્ટમાં ગેસ પાઈપલાઈન ફાટવાને લીધે આ ઘટના થઇ છે. પ્લાન્ટની અંદર ૧૧ નંબરના ઓવનમાં ગેસ પાઈપલાઈનમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન જ અચાનક ધમાકો થયો હતો.
ઘાયલ થયેલા દરેક લોકોને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દખલ કરવામાં આવ્યા છે. ભિલાઈ છતીસગઢના દુર્ગા જીલ્લામાં આવેલું છે.
દુર્ગા જીલ્લાના પોલીસ મહાનીરીક્ષક જી. પી સિંહના જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ ઘટના થઇ ત્યાં ૨૫ લોકો કામ કરી રહ્યા હતા. સવારે ૧૧ વાગ્યે અચાનક પાઈપ લાઈનમાં વિસ્ફોટ થયો હતો.