Not Set/ કાશ્મીર: 3 પોલિસકર્મીની આતંકવાદીઓએ કીડનેપ કરી હત્યા કરી

જમ્મુ-કાશ્મીર જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારના રોજ 3 એસપીઓ સહિત 4 પોલીસકર્મી ગુમ થયાના સમાચારે ખળભળાટ મચાવી દીધો હતો.એ પછી કીડનેપ કરાયેલાં 3 પોલિસકર્મીઓની હત્યા કરી દેવાઇ છે.આ પોલિસકર્મીઓને તેમના ગામમાંથી કીડનેપ કરીને લઇ જવાયા હતા અને બાદમાં તેમની હત્યા કરાઇ હતી.શોપિયાના વનગામમાંથી ત્રણેયના મૃતદેહ મળ્યાં હતા. Jammu & Kashmir: Three policemen who were kidnapped by […]

Top Stories
kashmir police કાશ્મીર: 3 પોલિસકર્મીની આતંકવાદીઓએ કીડનેપ કરી હત્યા કરી

જમ્મુ-કાશ્મીર

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારના રોજ 3 એસપીઓ સહિત 4 પોલીસકર્મી ગુમ થયાના સમાચારે ખળભળાટ મચાવી દીધો હતો.એ પછી કીડનેપ કરાયેલાં 3 પોલિસકર્મીઓની હત્યા કરી દેવાઇ છે.આ પોલિસકર્મીઓને તેમના ગામમાંથી કીડનેપ કરીને લઇ જવાયા હતા અને બાદમાં તેમની હત્યા કરાઇ હતી.શોપિયાના વનગામમાંથી ત્રણેયના મૃતદેહ મળ્યાં હતા.

જમ્મુ-કાશ્મીર પોલીસે તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. જમ્મુ કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીઓ માથે છે ત્યારે આતંકવાદીઓ આ ઇલેક્શન ના થાય તેના માટેના પ્રયત્નો વધારી દીધા છે.સુત્રો એવું કહે છે કે આતંકવાદીઓએ ફરી એકવાર કેટલાંક પોલિસ ઓફિસરોને કીડનેપ કરી લીધાં છે.આ અગાઉ પણ ગત મહિને આતંકવાદીઓએ કેટલાંક પોલિસ પરવારોનું અપહરણ કર્યા પછી હવે પોલિસકર્મીઓને જ કીડનેપ કરવાનું શરૂ કર્યું છે.

મળતી માહિતી પ્રમાણે શુક્રવારે શોપિયામાં ત્રણ જેટલા સ્પેશિયલ ઓફિસરો અને એક પોલિસ કોન્સ્ટેબલનું અપહરણ થયું હતું. અપહરણ બાદ સ્પેશિયલ ઓફિસરોની ત્રાસવાદીઓએ હત્યા કરી છે,જ્યારે એક પોલિસ કોન્સ્ટેબલ ફયાઝ ભાગી છુટવામાં સફળ થયો છે. સુત્રો કહે છે કે આ અપહરણ આતંકીઓ દ્રારા કરવામાં આવ્યું હતું.

આ કીડપેન અગાઉ ત્રાસવાદી સંગઠન હિજબુલના આતંકવાદી રિયાઝ નાઇકુએ એક ઓડિયો ક્લીપ પ્રકાશિત કરીને જમ્મુ કાશ્મીરના પોલિસકર્મીઓને ધમકી આપી હતી.નાઇકુએ કહ્યું હતું કે ચાર દિવસમાં બધા પોલિસકર્મીઓ પોતાની નોકરી છોડી દે અને યુવાન કાશ્મીરીઓ પોલિસની નોકરી જોઇન ના કરે. એટલું જ નહીં રાજીનામાંની કોપી પણ ઇન્ટરનેટ પર અપલોડ કરવાનું કહ્યું હતું.

સુરક્ષા દળો આ ધમકીને ગંભીરતાથી લઇ રહ્યાં છે.આ અગાઉ પણ ત્રાસવાદીઓએ પોલિસકર્મીઓનું અપહરણ કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા છે.ગત મહિને પણ આતંકવાદીઓએ 10 પોલિસકર્મીઓના 10 પરિવારજનોનું અપહરણ કર્યું હતું.

(તસ્વીર પ્રતીકાત્મક છે)