Not Set/ મોદી સરકારમાં 51 પ્રધાનો છે કરોડપતિ, ચોથા નંબરનું નામ સાંભળી આપ પણ ચોંકી જશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બીજી વખત એનડીએની સરકાર સત્તારૂઢ થયા બાદ તમામ પ્રધાનોને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. મોદીની નવી રચાયેલી સરકારમાં ૫૧ પ્રધાન કરોડપતિ છે. જેમા સૌથી અમીર પ્રધાન તરીકે શિરોમણી અકાળી દળનાં હરસિમરત કૌર છે. તેમની સંપત્તિ ૨૧૭ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. નેશનલ ઇલેક્શન વોચ એન્ડ એસોસિએશન ફોર ડેમોકેટિક્સ રિફોર્મ દ્વારા […]

Top Stories India
In New Modi Govt 51 ministers are crorepatis 22 face criminal cases ADR મોદી સરકારમાં 51 પ્રધાનો છે કરોડપતિ, ચોથા નંબરનું નામ સાંભળી આપ પણ ચોંકી જશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બીજી વખત એનડીએની સરકાર સત્તારૂઢ થયા બાદ તમામ પ્રધાનોને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. મોદીની નવી રચાયેલી સરકારમાં ૫૧ પ્રધાન કરોડપતિ છે. જેમા સૌથી અમીર પ્રધાન તરીકે શિરોમણી અકાળી દળનાં હરસિમરત કૌર છે. તેમની સંપત્તિ ૨૧૭ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. નેશનલ ઇલેક્શન વોચ એન્ડ એસોસિએશન ફોર ડેમોકેટિક્સ રિફોર્મ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ બીજા સ્થાન પર મહારાષ્ટ્રમાંથી રાજ્યસભા સાંસદ પિયુષ ગોયલની સંપત્તિ ૯૫ કરોડ રૂપિયાની આસપાસની છે.

chandigarh harsimrat chandigarh processing government interview sukhvilas 5c40b400 4ae7 11e9 aca9 eac9e517f545 મોદી સરકારમાં 51 પ્રધાનો છે કરોડપતિ, ચોથા નંબરનું નામ સાંભળી આપ પણ ચોંકી જશો

આ પ્રધાનો છે કરોડપતિ

ગુરૂગ્રામથી ચૂંટાયેલા રાવ ઇન્દ્રજીતની સંપત્તિ ૪૨ કરોડ રૂપિયા છે. જે યાદીમાં ત્રીજા સ્થાન પર છે. ચોથા નંબર જે વ્યક્તિ છે તેને આજે રાજનીતિનાં ચાણક્ય કહેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અને ગાંધીનગરમાંથી સાંસદ અમિત શાહ આ યાદીમાં ચોથા ક્રમે છે. તેમની સંપત્તિ ૪૦ કરોડ રૂપિયાની આસપાસ છે.

780275 487277 amit shah pti મોદી સરકારમાં 51 પ્રધાનો છે કરોડપતિ, ચોથા નંબરનું નામ સાંભળી આપ પણ ચોંકી જશો

સૌથી મોટી વાત અહી એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદીમાં ૪૬માં સ્થાન પર છે. તેમની પાસે બે કરોડ રૂપિયાની સંપત્તિ છે. અંદાજે દસ પ્રધાનોની પાસે મોદી કરતા ઓછી સંપત્તિ છે. જેમાં બિકાનેરના સાંસદ અર્જુનરામ મેઘવાલ, મધ્યપ્રદેશનાં મોરનિયાનાં સાંસદ નરેન્દ્ર સિંહ તોમર સામેલ છે. જેમની પાસે અંદાજે બે કરોડ રૂપિયાની સંપત્તિ છે.

SINGAPORE મોદી સરકારમાં 51 પ્રધાનો છે કરોડપતિ, ચોથા નંબરનું નામ સાંભળી આપ પણ ચોંકી જશો

મુજ્જફરનગરનાં સાંસદ સંજીવ કુમાર પણ એક કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી ચુક્યા છે. રાજસ્થાનનાં બાડમેરના સાંસદ કૈલાશ ચૌધરીની સંપત્તિ ૨૪ લાખ રૂપિયા નોંધાઇ છે. આવી જ રીતે ઓરિસ્સાનાં બાલાસોરમાંથી સાંસદ પ્રતાપ ચન્દ્ર સારંગી ૧૩ લાખ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. કેરળના સાંસદ મુરલીધરણની સંપત્તિ ૨૭ લાખ રૂપિયા છે.

આ પ્રધાનો કરોડપતિ નથી

image 2 મોદી સરકારમાં 51 પ્રધાનો છે કરોડપતિ, ચોથા નંબરનું નામ સાંભળી આપ પણ ચોંકી જશો

જે પ્રધાનો કરોડપતિ નથી તેમાં બંગાળનાં રાયગંજનાં સાંસદ દેબાશ્રી ચૌધરી ૬૧ લાખની સંપત્તિ ધરાવે છે. આસામનાં સાંસદ રામેશ્વર તેલીની સંપત્તિ ૪૩ લાખ રૂપિયા છે. અરૂણાચલ પ્રદેશ પશ્ચિમમાંથી સાંસદ કિરણ રિજ્જુની સંપત્તિ એક કરોડ કે તેથી ઓછી છે. ફતેહપુરથી સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિની સંપત્તિ પણ એક કરોડની આસપાસ છે. મોદી કેબિનટમાં કરોડપતિની સંખ્યાને લઇને ચર્ચા વચ્ચે નવા આંકડા જાહેર કરવામા આવ્યા છે.

Modi cabinetjpg મોદી સરકારમાં 51 પ્રધાનો છે કરોડપતિ, ચોથા નંબરનું નામ સાંભળી આપ પણ ચોંકી જશો

ઉલ્લેખનીય છે કે, મોદી  સરકાર કેન્દ્રમાં ફરી સત્તારૂઢ થઇ ચુકી છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૦૩ સીટો જીતીને ઇતિહાસ સર્જયો હતો. મોદી લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં વાપસી કરી છે. મોદી મેજિક વચ્ચે વર્ષ ૨૦૧૪ કરતા પણ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે શાનદાર જીત મેળવી છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીનો સંપૂર્ણ સફાયો થયો છે. કારણ કે વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસ પાર્ટીને ૪૪ સીટ મળી હતી. જ્યારે આ વખતે કોંગ્રેસ પાર્ટીને તેના કરતા થોડી વધારે સીટો એટલે કે 52 સીટો મળી છે.