કર્ણાટકનાં વિજયપુરામાં એક દલિત શખ્સ અને તેના પરિવારનાં સભ્યોને નિર્દય રીતે માર માર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. શનિવારે ગુસ્સે ભરાયેલા ટોળાએ આ વ્યક્તિને નિર્વસ્ત્ર કર્યો હતો અને તેના પરિવારનાં સભ્યોને ઢોર માર માર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ટોળુ ગુસ્સે થયુ કારણ કે આ વ્યક્તિએ ‘ઉચ્ચ જાતિમાંથી આવતા વ્યક્તિની બાઇકને સ્પર્શ કર્યો હતો.‘ આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે પીડિતને કેટલાક લોકોએ જમીન પર દબોચી દીધો હતો અને લાકડીઓ અને પગરખાં વડે માર માર્યો હતો.
આ ઘટના રાજ્યની રાજધાની, બેંગાલુરુથી 530 કિમી દૂર વિજયપુરાની છે. જાણકારી મુજબ માર માર્યા બાદ પીડિત પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસને હુમલાની ઘટના જણાવી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારી અનુપમ અગ્રવાલે કહ્યું કે, ‘ગઈકાલે તાલીકોટના મીનાજી ગામનાં દલિત શખ્સને નિર્દય રીતે માર માર્યાનો સમાચાર મળ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેણે ભૂલથી એક ઉચ્ચ જાતિનાં વ્યક્તિની બાઇકને સ્પર્શ કર્યો હતો. જે બાદ કેટલાક 13 લોકોએ તેને અને તેના પરિવારનાં સભ્યોને માર માર્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને તેમાં 13 લોકોનાં નામ નોંધાયા છે. આ કેસ એસસી/એસટી એક્ટ અને આઈપીસીની કલમ 143, 147, 324, 354, 504, 506, 149 હેઠળ નોંધવામાં આવ્યો છે. કેટલાક આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે.
આ વીડિઓ ક્લિપમાં જોઈ શકાય છે કે કોરોનાવાયરસનાં સમય દરમિયાન – જ્યારે લોકડાઉન અને સામાજિક અંતરનાં નિયમો અમલમાં છે, ત્યારે ગુસ્સે ભરાયેલા લોકો આ પરિવારને મારવામાં વ્યસ્ત છે. આ બધા આરોપીઓ એકબીજાની નજીક ઉભા છે – તેમાંથી કેટલાકે પીડિતને જમીન પર પકડીને દબાવી દીધો છે, જ્યારે કેટલાક લોકો તેને માર મારતા જોવા મળી રહ્યા છે. સોશિયલ ડિસ્ટેન્સિગનાં નિયમો વચ્ચે આ આરોપીઓ તેનું ઉલ્લંઘન કરી રહ્યાં છે, તેમાના મોટાભાગનાં લોકોએ માસ્ક પણ પહેર્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.