TRP Scam/ ચેટ વાયરલ થયા બાદ પુલવામા શહીદોનાં પરિજનો અર્ણબ ગોસ્વામીથી નારાજ

થોડા મહિના પહેલા, મુંબઈ પોલીસ દ્વારા ટીઆરપી કૌભાંડમાં એફઆઈઆર નોંધાઈ હતી, જેમાં અનેક ચેનલો અને બાર્ક અધિકારીઓનાં નામ સામેલ હતા….

India
sssss 118 ચેટ વાયરલ થયા બાદ પુલવામા શહીદોનાં પરિજનો અર્ણબ ગોસ્વામીથી નારાજ

થોડા મહિના પહેલા, મુંબઈ પોલીસ દ્વારા ટીઆરપી કૌભાંડમાં એફઆઈઆર નોંધાઈ હતી, જેમાં અનેક ચેનલો અને બાર્ક અધિકારીઓનાં નામ સામેલ હતા. આ દરમિયાન રિપબ્લિક ટીવીનાં પ્રમોટર અને મુખ્ય સંપાદક અર્ણબ ગોસ્વામીની વોટ્સએપ ચેટ લીક થઈ ગઈ.

જેમાં બાલાકોટ સ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ચેટમાં દર્શાવ્યું હતું કે અર્ણબ પાસે પુલવામા હુમલો અને બાલાકોટ સ્ટ્રાઇકથી સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી, જેનો ઉપયોગ ટીઆરપી માટે કરવામાં આવ્યો હતો. ત્યારથી, તે પુલવામા હુમલામાં માર્યા ગયેલા સૈનિકોનાં સંબંધીઓનાં નિશાનમાં આવ્યો છે. એક અહેવાલ મુજબ, એક શહીદનાં પરિવારે કહ્યું કે, જ્યારે સમગ્ર દેશ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનો માટે શોક મનાવી રહ્યો હતો, ત્યારે અર્ણબ રેટિંગની વાત કરી રહ્યો હતો. આ માટે તેમને શરમ આવી જોઇએ. વળી પોતાના જમાઈની શહાદત પર એક મહિલાએ કહ્યું કે, સમગ્ર દેશ દુ:ખી છે, પરંતુ અર્ણબને ટીઆરપીની પડી છે. તેઓ ફક્ત ટીવી પર મોટી-મોટી વાતો કરે છે. અમે આ માટે તેમને ક્યારેય માફ નહીં કરીશું.

શહીદ જવાન અવધેશ કુમારનાં ભાઈએ પણ આ સમગ્ર મામલે સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, અર્ણબને આ માહિતી કેવી રીતે મળી. તેમની ચેનલે ટીઆરપી માટે આવા હુમલાઓનો ઉપયોગ ન કરવો જોઇએ. તેમણે તપાસની માંગ પણ કરી હતી. ચેટ વાયરલ થયા બાદ કેટલાક ભૂતપૂર્વ સૈનિકોએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, સરકારે સંવેદનશીલ માહિતી લીક કરવામાં સામેલ લોકો સામે પગલાં લેવા જોઈએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો