Not Set/ મનસુખ વસાવાએ લખ્યો પત્ર અને ખોલ્યું વધુ એક ભરતી કોભાંડ

ગુજરાતના ભાજપ સાંસદ મનસુખ વસાવા એ ગુજરાત SBI અમદાવાદ સર્કલમાં થયેલી ભરતીમાં કોભાંડ આચરાયાની વાત પરથી પડદો ઉચક્યો છે.

Top Stories Gujarat Others Education
મનસુખ વસાવા

ગુજરતામાં જાણે સરકારી નોકરી કરવી હવે સામાન્ય માણસ માટે સપનું બની ગઈ છે. કારણકે કા તો ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટે છે અથવા ભરતીમાં કોભાંડ સામે આવે છે. તાજેતરમાં પણ આવું જ એક ભરતી કોભાંડ સામે આવ્યું છે. ગુજરાતના ભાજપ સાંસદ મનસુખ વસાવા એ ગુજરાત SBI અમદાવાદ સર્કલમાં થયેલી ભરતીમાં કોભાંડ આચરાયાની વાત પરથી પડદો ઉચક્યો છે. મનસુખ વસાવા એ નાણામંત્રી નિર્મલાસીતારમણને પત્ર લખી આક્ષેપ કર્યો છે કે, એસબીઆઇમાં કલાકની ભરતીમાં સ્થાનિક ભાષા નહીં જાણનારને સ્થાન અપાયું છે.

મળતી વિગત અનુસાર ગુજરાત ભાજપના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત નાણાંમંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખી સીધો આક્ષેપ કર્યો છે કે એસબીઆઈમાં જુનિયર ક્લાર્કની ભરતીમાં સ્થાનિક ભાષા નહીં જાણતાની ભરતી કરવામાં આવી છે. મનસુખ વસાવાએ પત્રમાં લખ્યું હતું કે ભરતીની અરજીમાં સ્થાનિક ભાષા જાણતા હોય એ જ અરજી કરી શકે એવું સ્પષ્ટપણે જણાવ્યું હોવા છતાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અમદાવાદ સર્કલમાં જુનિયર એસોસિએશન એટલેકે ક્લાર્કની ભરતીમાં સ્થાનિક ભાષા જાણતા હોય નહી તેવા ઉમેદવારોની ભરતી થઈ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ વિવિધ રાજ્યોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે માત્ર ભારતીય નાગરિકો પાસે અરજીઓ મગાવવાની હતી. તેમાં જે તે રાજ્યમાટે ઉમેદવાર ત્યાંની સ્થાનિક ભાષા જાણતો હોવો જરૂરી છે. ભરતી અરજીની જાહેરાતમાં પણ ઉમેદવારને સ્થાનિક ભાષાનું જ્ઞાન ફરજિયાત હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જુનિયર ક્લાર્કની કરાયેલી ભરતીમાં કુલ 660  ઉમેદવારમાંથી માત્ર 20 કે 25 ટકા ઉમેદવારો જ સ્થાનિક ભાષા જાણે છે બાકીનાં ઉમેદવારો સ્થાનિક ભાષા નહીં જાણતા હોવાની વાત સાંસદ મનસુખ વસાવાએ તેમને લખેલ પત્રમાં કરી છે.

આ પણ વાંચો : PM મોદીએ ‘મન કી બાત’માં કહ્યું- પાણી સાથે જોડાયેલ દરેક પ્રયાસ, આપણો કાલ સાથે જોડાયેલ છે દેશ  

ગુજરતનું ગૌરવ