Not Set/ પુડુચેરીમાં કોંગ્રેસની સત્તા પર ખતરો? MLA રાજ્યપાલને મળ્યા- CM મળ્યા HM અમિત શાહને

પુડુચેરીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય એમ ધાનાવેલુએ પુડુચેરીનાં ઉપ-રાજ્યપાલ કિરણ બેદીની મુલાકાત લીધી હતી અને પુડુચેરીનાં મુખ્યમંત્રી વી નારાયણસામી સામે ફરિયાદ કરી હતી. ધાનાવેલુએ કહે છે કે “મારા મત વિસ્તારની કલ્યાણકારી પ્રવૃત્તિઓ બંધ કરવા માટે મુખ્યમંત્રી દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓને ત્યાં વિકાસના કામો ન કરવા સૂચના આપવામાં આવી છે.” એમ ધનાવેલુએ ઉપ-રાજ્યપાલની મુલાકાત […]

Top Stories India
puduchairy પુડુચેરીમાં કોંગ્રેસની સત્તા પર ખતરો? MLA રાજ્યપાલને મળ્યા- CM મળ્યા HM અમિત શાહને

પુડુચેરીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય એમ ધાનાવેલુએ પુડુચેરીનાં ઉપ-રાજ્યપાલ કિરણ બેદીની મુલાકાત લીધી હતી અને પુડુચેરીનાં મુખ્યમંત્રી વી નારાયણસામી સામે ફરિયાદ કરી હતી. ધાનાવેલુએ કહે છે કે “મારા મત વિસ્તારની કલ્યાણકારી પ્રવૃત્તિઓ બંધ કરવા માટે મુખ્યમંત્રી દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓને ત્યાં વિકાસના કામો ન કરવા સૂચના આપવામાં આવી છે.”

એમ ધનાવેલુએ ઉપ-રાજ્યપાલની મુલાકાત બાદ વધુમાં તે પણ જણાવ્યું હતું કે, હું આ સરકારની ભ્રષ્ટ વ્યવહારના પુરાવા એકત્રિત કરું છું. સીએમ સાથે મંત્રીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ઘણા ધારાસભ્યો તેમની સામે અસંતુષ્ટ છે અને તેમની સામે અવાજ ઉઠાવવા માટે રાહ જોઈ રહ્યા છે. હું પોંગલ પછી કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીને મળીશ અને તેમને પરિસ્થિતિથી માહિતગાર કરીશ.

સામે પક્ષે પુડુચેરીનાં કોંગ્રેસી સીએમ વી નારાયણસામીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. કેન્દ્રિય નાણાકીય સહાય, વારસોની લોન માફી, 7 માં કેન્દ્રીય પગારપંચની બાકી રકમની મુક્તિ, નાણાકીય સહાય, પુડુચેરી માટે રાજ્યની માંગણી, દર વર્ષે આર્થિક સહાયમાં 10% વધારો કરવાની માંગ જેવી અનેક બાબતોને લઇને પુડુચેરીનાં કોંગ્રેસી સીએમ વી નારાયણસામીએ ગૃહમંત્રી અમિત શાહ ને મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પુડુચેરીમાં બધુ બીલકુલ બરાબર ચાલી રહ્યુ નથી, કારણ કે, કોંગ્રેસનાં જ ધારાસભ્ય કોંગ્રેસનાં જ સીએમ વિરુદ્ધ એક તરફ ફરિયાદ કરવા ઉપ-રાજ્યપાલ પાસે પહોંચ્યા બાદ કહી રહ્યા છે કે તે રાહુલ ગાંધીને સીએમ અને તેના સાથીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેનાથી વાકેફ કરાવશે અને હાલમાં તે સીએમનાં ભ્રષ્ટાચારનાં સબુતો એકઠા કરી રહ્યા છે, સાથે સાથે પોતાના સીવાય ઘણા બીજા ધારાસભ્યો સીએમથી નારાજ છે.

બીજી તરફ રાજ્યની વિવિધ માંગ સાથે પુડુચેરીનાં સીએમ ગૃહમંત્રી અને ભાજપનાં અધ્યક્ષ અમિત શાહને મળી રહ્યા છે. સીએમની માંગણી પર નજર નાખતા તમામ માંગણી નાણાંકીય ક્ષેત્રની જોવામાં આવે છે ત્યારે નાણાંમંત્રીને મળવાની જગ્યાએ ગૃહમંત્રીને મળવાનું કારણ પણ કુછ તો હૈ નો સંકેત આપી રહ્યું છે. ત્યારે સવાલ તો તે પણ ઉભો થઇ રહ્યો છે કે પુડુચેરીનાં કોંગ્રેસી સીએમ ગૃહમંત્રીને મળ્યા કે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.