Not Set/ કોરોન સંક્રમિત કોંગ્રેસના નેતા શશી થરૂરને દિલ્હીની હોસ્પિટલમાં કરાયા દાખલ

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. સામાન્ય જનતાની સાથે સાથે દેશમાં બોલિવૂડ સેલિબ્રેટીની સાથે સાથે રાજકારણીઓ પણ આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે.

India
A 301 કોરોન સંક્રમિત કોંગ્રેસના નેતા શશી થરૂરને દિલ્હીની હોસ્પિટલમાં કરાયા દાખલ

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. સામાન્ય જનતાની સાથે સાથે દેશમાં બોલિવૂડ સેલિબ્રેટીની સાથે સાથે રાજકારણીઓ પણ આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે.ત્યારે ગયા અઠવાડિયે કોરોના વાયરસથી ચેપ લાગતાં કોંગ્રેસના નેતા શશી થરૂરને રાષ્ટ્રીય પાટનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે 65 વર્ષીય શશી થરૂરને સરિતા વિહારની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર છે. કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ થરૂરને 21 એપ્રિલે કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો.

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં કોરોનાની સૂનામી છેલ્લા 24 કલાકમાં 832 લોકોનાં મોત

કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવા પર, તિરુવનંતપુરમના સાંસદ, શશી થરૂરે ટ્વીટ કર્યું હતું કે તપાસની તક મળે તે માટે બે દિવસની રાહ અને પછીના દિવસ રિપોર્ટની રાહ જોયા બાદ એ નક્કી થઈ ગયું કે હું કોરોના સંક્રમિત છું. આશા કરું છુપં કે પોઝિટિવ મનોસ્થિતિ, આરામ, સ્ટીમ અને ખૂબ બધા પ્રવાહી પદાર્થોથી આ સ્થિતિને પહોંચી વળીશ. મારી બહેન અને 85 વર્ષના માતા પણ કોરોના સંક્રમિત છે.”

થરુર પહેલાના ભૂતકાળમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, રાજ્યસભામાં કોંગ્રેસના ઉપ-નેતા આનંદ શર્મા, પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, વરિષ્ઠ નેતાઓ હરીશ રાવત, દિગ્વિજય સિંહ અને ભૂપેન્દ્રસિંહ હુડા પણ કોરોના સંક્રમિત થયા હતા.

આ પણ વાંચો :દેશમાં રાહતના સમાચારની હેટ્રિક : રિકવરી સતત ત્રીજા દિવસે સવાબે લાખ, નવા કેસ 3.54 લાખ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,53,991 નવા કોરોનાના કેસ આવ્યા અને 2812 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,19,272 લોકો ઠીક પણ થયા છે.

કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :ચૂંટણી રાજ્ય બંગાળમાં કોરોના વિસ્ફોટક આ સ્થિતિમાં, કલકત્તામાં ટેસ્ટ કરાવનાર દર બીજી વ્યક્તિ પોઝિટિવ

Untitled 43 કોરોન સંક્રમિત કોંગ્રેસના નેતા શશી થરૂરને દિલ્હીની હોસ્પિટલમાં કરાયા દાખલ