Not Set/ મહાજંગ – 2019 : જામનગર બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

જામનગર જિલ્લામાં નહિવત વરસાદને કારણે પહેલેથી જ ખેડૂતોમાં નારાજગી પ્રવતી રહી છે. તેમજ પાક વીમાનો પ્રશ્ન પણ સળગતો છે. સૌની યોજના હેઠળ ઉંડ-1 ડેમને ત્રણ વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદાનાં નીરથી ભર્યો હતો. પરંતુ આ વર્ષે ડેમનાં તળિયા દેખાતા ખેડૂતોએ ડેમમાં ક્રિકેટ મેચ રમી વિરોધ નોંધાવ્યો હતો, આ સાથે જ સિંચાઇનો પણ પ્રશ્ન ખેડૂતોને સતાવી […]

Top Stories
JAMNAGAR મહાજંગ – 2019 : જામનગર બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

જામનગર જિલ્લામાં નહિવત વરસાદને કારણે પહેલેથી જ ખેડૂતોમાં નારાજગી પ્રવતી રહી છે. તેમજ પાક વીમાનો પ્રશ્ન પણ સળગતો છે. સૌની યોજના હેઠળ ઉંડ-1 ડેમને ત્રણ વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદાનાં નીરથી ભર્યો હતો. પરંતુ આ વર્ષે ડેમનાં તળિયા દેખાતા ખેડૂતોએ ડેમમાં ક્રિકેટ મેચ રમી વિરોધ નોંધાવ્યો હતો, આ સાથે જ સિંચાઇનો પણ પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે. જામનગરમાં સમાવિષ્ટ 7 વિધાનસભા સીટોમાં કાલાવડ (એસ.સી.), જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષીણ, જામજોધપુર, ખંભાળીયા અને દ્વારકાનો સમાવેશ થાય છે. જામનગર બેઠકમાં કુલ મતદારો 14,70,000 છે. જામનગર લોકસભા બેઠકમાં જાતિવાદ ગણિતની વાત કરવામા આવે તો અંદાજીત પટેલ 14થી 16, એસ.સી 17થી 19, ઓબીસી 21થી 23, રાજપૂત 17થી 19, મુસ્લિમ 8થી 10, બ્રાહ્મણ 9થી 11, આહીર 6થી 7, વાણીયા 4થી 6 અને અન્ય 23થી 25 ટકા વસતી છે.

Jamnagar map મહાજંગ – 2019 : જામનગર બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

જામનગરનો રાજકીય ઈતિહાસ

જામનગર બાંધણીનાં ઉદ્યોગ માટે સૌથી વધુ જાણીતું છે. જામનગરે દેશને ઘણા ક્રિકેટરો આપ્યા છે. જામનગર એક સમયે નવાનગર તરીકે ઓળખાતું હતુ. જામનગર બેઠક પર માડમ પરિવારનું પ્રબળ વર્ચસ્વ રહ્યુ છે. જામનગર બેઠક પરથી આ વખતે કોંગ્રેસ હાર્દિક પટેલને લડાવવાની તૈયારી કરી રહ્યુ હતુ પરંતુ કોઇ કારણસર તેની ટીકીટ ન મળી શકી. જામનગરમાં મતદાન હંમેશા 50 ટકાની આસપાસ જ થતુ રહ્યુ છે. કહેવાય છે કે જે પક્ષ જામનગરની બેઠક જીતે છે તેની કેન્દ્રમાં સરકાર બનતી હોય છે.

જામનગર લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ

poonam mulu મહાજંગ – 2019 : જામનગર બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

પૂનમબેન માડમ (ભાજપ ઉમેદવાર 2019)

2012  ભાજપમાં પ્રવેશ કર્યો

2014માં સૌપ્રથમ વખત સાંસદ બન્યા

રાજકારણ વારસામાં મળ્યું

તેમના પિતા ખંભાળિયાનાં ધારાસભ્ય અને જામનગરનાં મેયર રહી ચૂક્યા છે

વર્તમાન સાંસદ પૂનમબેન માડમનું જામનગરમાં સારું એવું પ્રભુત્વ

સામાજિક સેવાકીય પ્રવૃતિઓમાં સક્રિયતા

જનતા સાથે સીધો સંપર્ક

ગ્રાન્ટ વાપરવામાં અને વિકાસનાં કામોમાં સક્રિય

 

 

મુળુભાઇ કંડોરીયા (ભાજપ ઉમેદવાર 2019)

ખેડૂતપુત્ર, બી.એ.અર્થશાસ્ત્ર સુધીનો અભ્યાસ

મુળુભાઇ આહીર સમાજનાં ઉમેદવાર

રાજકીય સ્તરે છેલ્લા વીસ વર્ષથી કોંગ્રેસ પક્ષમાં જ રહીને કોંગ્રેસને વફાદાર

આર્થિક રીતે સધ્ધર ઉધોગપતિ

આહીર, દલિત, મુસ્લિમ, રબારી સમાજ તેમજ વેપારી વર્ગમાં લોકપ્રિય

સમાજસેવા તથા ખેતી મુખ્ય વ્યવસાય

આહીર સમાજમાં સારું પ્રભુત્વ

હાલમાં દ્વારકા જિલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેન