Not Set/ મહાજંગ – 2019 : જૂનાગઢ બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

જૂનાગઢ લોકસભા બેઠકનો પરિચય આપવો સુરજને દિવો બતાવવા જેવી વાત છે. શૂરવીરો અને સંતોની આ ભૂમીને તમે નરસિંહ મહેતાની નગરી કહો કે નવાબોની નગરી કહો કે કહો ગરવા ગીરનારની નગર પણ જૂનાગઢ એક પોરાણીક અને ઔતિહાસીક નગરી છે અને આજે પણ જૂનાગઢ શહેરએ રાજવાડી જોહો જલાલીની ચાળી ખાય છે. જૂનાગઢ બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા સીટોની વાત […]

Top Stories Gujarat Others
JUNAGADH મહાજંગ – 2019 : જૂનાગઢ બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

જૂનાગઢ લોકસભા બેઠકનો પરિચય આપવો સુરજને દિવો બતાવવા જેવી વાત છે. શૂરવીરો અને સંતોની આ ભૂમીને તમે નરસિંહ મહેતાની નગરી કહો કે નવાબોની નગરી કહો કે કહો ગરવા ગીરનારની નગર પણ જૂનાગઢ એક પોરાણીક અને ઔતિહાસીક નગરી છે અને આજે પણ જૂનાગઢ શહેરએ રાજવાડી જોહો જલાલીની ચાળી ખાય છે. જૂનાગઢ બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા સીટોની વાત કરવામાં આવે તો જૂનાગઢ બેઠકમાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ,સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે આ કુલ સાત સીટોમાંથી તમામ સીટો પર 2017 ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે વિજય પંજો માર્યો છે. જૂનાગઢ બેઠક પર કુલ મતદારોની 15,84,054 છે. જેનમાં પાટીદાર 14 થી 16 ટકા, રાજપૂત 16 થી 18 ટકા, એસ.સી. 17 થી 19 ટકા , ઓબીસી 17 થી 19 ટકા, મુસ્લિમ 4 થી 6 ટકા, બ્રાહ્મણ 7 થી 9 ટકા, વાણીયા 2 થી 4 ટકા, અન્ય મતદારોની સંખ્યા 20 થી 22 ટકા જેટલી છે. જૂનાગઢ બેઠકનાં જ્ઞાતિગત ગણિતની વાત કરવામાં આવે તો આ બેઠક પર કારડીયા ક્ષત્રીય, સોરઠીયા આહીર, કોળી અને પાટીદારોની બહુમતી છે.

junagadh map મહાજંગ – 2019 : જૂનાગઢ બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

આવો છે જૂનાગઢ બેઠકનો રાજકીય ઇતિહાસ

1952 અને 1957માં કોંગ્રેસનાં  નરેન્દ્ર નથવાણી, 1962માં કોંગ્રેસનાં સી.આર. રાજા, 1967માં સ્વતંત્ર ઉમેદવાર વીરેન શાહ, 1971માં ફરી કોંગ્રેસનાં નાનજીભાઈ વેકરીયા, તો 1977માં કોંગ્રેસમાં નરેન્દ્ર નથવાણી, 1980 અને 1984માં કોંગ્રેસનાં મોહનભાઈ પટેલ,1989માં જનતા દળનાં ગોવિંદભાઈ શેખડા, બાદ 1991, 1996, 1998, 1997માં ભાજપનાં ભાવનાબેન ચીખલીયા, ત્યાર બાદ 2004માં ફરી પાછા કોંગ્રેસનાં જશુભાઈ બારડ, તો 2009માં ફરી ભાજપનાં દિનુ બોઘા સોલંકી અને 2014માં મોદી લહેરમાં પણ ભાજપનાં  રાજેશ ચુડાસમા સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. જ્યારે 2014માં કોંગ્રેસનાં પૂંજા વંશની હાર થઇ હતી. પરિવર્તનને હમેંશા અવકાશ આપતી જૂનાગઢ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બનેંએ પોત પોતાનાં ઉમેદવારો રિપીટ કર્યો છે. ભાજપ વિધાનસભનાં પરિણામો બાદ પહેલીવાર અહીં ફૂકીફૂકીને પગલા ભરતી દેખાઇ હતી અને ઉમેદવાર જાહેર કરવામાં ખાસો સમય લીધો હતો.

જૂનાગઢ લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ

rajesh chudasama punja vansh મહાજંગ – 2019 : જૂનાગઢ બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

રાજેશ ચુડાસમા (ભાજપ ઉમેદવાર)

ભાજપનાં યુવા નેતામાં ગણાય છે રાજેશ ચુડાસમા

ધીરુભાઈ અંબાણીનાં વતન  ચોરવાડથી છે રાજેશ ચુડાસમા

રાજેશ ચુડાસમા પ્રથમ વખત 2012 માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા

૨૦૧૪માં કોંગ્રેસ ઉમેદવાર પૂંજા વંશને 1.35 લાખની સરસાઈથી હરાવ્યા હતા

 

પૂંજા વંશ (કોંગ્રેસ  ઉમેદવાર)

સરળ  વ્યક્તિત્વ તરીકેની છાપ

પૂંજા વંશ ઉના તાલુકાનાં  દુધાળા ગામનાં  વતની

ખેડૂત પરિવારમાંથી આવે છે,આથી ખેડૂતોનાં મુદ્દાને સારી રીતે ઉઠાવે છે

પૂંજા વંશ 2014માં લોકસભાની ચૂંટણી 1.35 લાખ મતથી હાર્યા હતા

2018માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપનાં કાળું રાઠોડને 22000 મતની સરસાઈથી હરાવ્યા હતા