Not Set/ મહાજંગ – 2019માં આવા ખેલવામાં આવ્યા ટ્રમ્પ કાર્ડ, વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી આવેલા આ લોકોએ બદલાવ્યો જંગનો માહોલ, જાણો કોણ છે આવા લોકો

સરપ્રાઇઝ એલિમેન્ટ, હમેંશા આશ્ચર્ય ચકીત કરતું આવ્યું છે અને કરતું રહેશે. આચાનક કઇક અણધાર્યું સામે લાવી દેઇ, વિરોધીઓને અવાચક બનાવવી દેવાનાં આ ખેલમાં ભાજપે જાણે મહારત હાંસલ કરી હોય તેમ આ મહાજંગ – 2019માં તેનો મહત્તમ ઉપયોગ કર્યો. વિરોધાને વિચારવાનો સમય પણ ન આપી શૂન્ય આવકાશ સર્જી દેવાની ભાજપની આ ચાલ કઇક અંશે સફળ પણ […]

Top Stories
pjimage 15 મહાજંગ – 2019માં આવા ખેલવામાં આવ્યા ટ્રમ્પ કાર્ડ, વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી આવેલા આ લોકોએ બદલાવ્યો જંગનો માહોલ, જાણો કોણ છે આવા લોકો

સરપ્રાઇઝ એલિમેન્ટ, હમેંશા આશ્ચર્ય ચકીત કરતું આવ્યું છે અને કરતું રહેશે. આચાનક કઇક અણધાર્યું સામે લાવી દેઇ, વિરોધીઓને અવાચક બનાવવી દેવાનાં આ ખેલમાં ભાજપે જાણે મહારત હાંસલ કરી હોય તેમ આ મહાજંગ – 2019માં તેનો મહત્તમ ઉપયોગ કર્યો. વિરોધાને વિચારવાનો સમય પણ ન આપી શૂન્ય આવકાશ સર્જી દેવાની ભાજપની આ ચાલ કઇક અંશે સફળ પણ જોવા મળી છે. તો કોંગ્રેસે પણ આ મામલે પાછી પાની કરી નથી. ખાસ કરીને અશ્ચર્ય જનક રીતે અણધાર્યા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની ચાલથી વિરોધીઓ પ્રતિકાર કરવામાં કા તો વામણા જોવા મળે છે કા તો સયમ સૂચકતા ચૂકી જાય છે.

pjimage 1 3 મહાજંગ – 2019માં આવા ખેલવામાં આવ્યા ટ્રમ્પ કાર્ડ, વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી આવેલા આ લોકોએ બદલાવ્યો જંગનો માહોલ, જાણો કોણ છે આવા લોકો

સૌથી વધુ આશ્ચર્ય કોંગ્રેસે વર્ષોથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે પ્રિયંકા ગાંધી વાડ્રાને અચાનક જ સક્રિય રાજકારણમાં લાવી સર્જી દીધુ હતું. પ્રિયંકાની સક્રિય રાજકારણમાં એન્ટ્રીથી વિરોધીઓ તો ડધાયા જ પણ સૌથી વધુ મહત્વની વાતએ થઇ કે કોંગ્રેસમાં અને કોંગ્રેસનાં કાર્યકરો જાણે નવા પ્રાણ ફૂંકાઇ ગયા. ભાજપે પણ ભોપાલ બેઠક પર હિન્દુ ડ્રમ કાર્ડ ખેલતા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા દિગ્ગવિજયસિંહ સામે અચાનક જ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મેદાનમાં લાવી રીતસરનું કોંગ્રેસ માટે રાજકીય શૂન્ય આવકાશ સર્જી દીધો હતો. જેલથી સીધા ભાજપમાં અને ભાજપમાંથી સીધા ભોપાલ સંસદીયક્ષેત્રમાં ઉતારવામાં આવેલ પ્રજ્ઞા ચૂટંણીનો સૌથી વધુ સરપ્રાઇઝીંગ એલીમેન્ટ રહ્યું.

pjimage 2 1 મહાજંગ – 2019માં આવા ખેલવામાં આવ્યા ટ્રમ્પ કાર્ડ, વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી આવેલા આ લોકોએ બદલાવ્યો જંગનો માહોલ, જાણો કોણ છે આવા લોકો

આવો જ ઝટકો કોંગ્રેસે મુંબઇમાં ઉર્મીલા માંતોડકરની એન્ટ્રીથી અને દિલ્હીમાં બોક્સર વિજેન્દ્રની એન્ટ્રીથી આપ્યો. તો ભાજપે દિલ્હીમાં ગૌતમ ગંભીરની એન્ટ્રીથી આપ્યો. તો ભાજપે અભિનેતા સન્ની દેઓલને ગુરદાસપુરથી મેદાનમાં ઉતારીને, તો ગોરખપુરમાં નિષાદ બંધુનો તોડ સોધતા અભિનેતા રવિ કિશનને મેદાને ઉતાર્યા, ભાજપે દિનેશ લાલા યાદવ એટલે કે પ્રખ્યાત અભિનેતા ‘નહેરુઆ’ને અખિલેશ યાદવ સામે ઉતારતા જંગમાં રંગ લાવી દીધો. દિલ્હીમાં ઉદિત રાજનું પત્તું કાપી ગાયક હંસ રાજ હંસ પણ આવું જ એક આકાશી ઉતરાયણ કહી શકાય.

pjimage 3 1 મહાજંગ – 2019માં આવા ખેલવામાં આવ્યા ટ્રમ્પ કાર્ડ, વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી આવેલા આ લોકોએ બદલાવ્યો જંગનો માહોલ, જાણો કોણ છે આવા લોકો

સાઉથ પણ આ મામલે ગાજ્યું જાય તેમ નથી. સાઉથમાં અભિનેતા કમલ હસન અને  પવન કલ્યાણઅને પ્રકાશ રાજ આવા જ સરપ્રાઇઝ એલિમેન્ટ રહ્યા, કમલ હસન અને પવન તો પોતાની પાર્ટી સાથે મેદાનમાં ઉતરી આશ્ચર્ય સર્જ્યુ. બોલીવુડ અને સાઉથનાં પ્રખ્યાત અભિનેતા કમલ હસનતો એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છે. તો બીજા સાઉથ સુપર સ્ટાર પવન કલ્યાણનો હાથીનો સાથ મળતા જંગમાં જોમ લાવી દીધુ. જી હા પવન કલ્યાણનો માયાવતીની પાર્ટી બસપા સાથે ગઠબંધન કરી તેલંગણામાં મેદાન સર કરવાનો દાવ ખેલ્યો.

pjimage 4 1 મહાજંગ – 2019માં આવા ખેલવામાં આવ્યા ટ્રમ્પ કાર્ડ, વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી આવેલા આ લોકોએ બદલાવ્યો જંગનો માહોલ, જાણો કોણ છે આવા લોકો

આ મામલે આવખતે કોર્ટે પણ આશ્ચર્યમાં ઉમેરો કરાતા આદેશો કર્યા છે અને ચૂંટણી લડાવાની ભરપૂર ઇચ્છા ધરાવતા ઉમેદવારોને મેદાનની બહાર જ રોકી દઇ આશ્ચર્ય સર્જ્યું છે અને તેવા ઉમેદાવારોમાં ગુજરાત કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ અને PM મોદી સામે ચૂંટણી ફોર્મભરી દીધેલું તે સેનાનાં ફરજમોકુફ જવાન તેજ બહાદુરનો સમાવેશ થાય છે.