Not Set/ ટ્રમ્પ-જિનપીંગ વચ્ચે ટ્રેડ વોર મામલે યોજાઇ મહત્વપૂર્ણ બેઠક, સીઝ ફાયરનાં એંધાણ

અમેરિકન રાષ્ટ્રપતિ  ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્રારા અમેરીકા-ચાઇના વચ્ચે હાલ ચાલી રહેલી ટ્રેડ વોરને લઈને વાતચીત આગળ વધારવા માટે તૈયારીઓ દર્શાવવામા આવી છે. ટ્રમ્પ દ્રારા જણાવવામા આવ્યું હતું કે હવેથી ચાઈનિઝ ઈમ્પોર્ટ પર નવા ટેરિફ લાગુ કરવામાં નહીં આવે. તો ચીન દ્રારા પણ આ મામલે હકારાત્મક વલણ આપનાવવામાં આવી રહ્યું છે. અને ચીને […]

Top Stories World
trump jingping1 ટ્રમ્પ-જિનપીંગ વચ્ચે ટ્રેડ વોર મામલે યોજાઇ મહત્વપૂર્ણ બેઠક, સીઝ ફાયરનાં એંધાણ

અમેરિકન રાષ્ટ્રપતિ  ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્રારા અમેરીકા-ચાઇના વચ્ચે હાલ ચાલી રહેલી ટ્રેડ વોરને લઈને વાતચીત આગળ વધારવા માટે તૈયારીઓ દર્શાવવામા આવી છે. ટ્રમ્પ દ્રારા જણાવવામા આવ્યું હતું કે હવેથી ચાઈનિઝ ઈમ્પોર્ટ પર નવા ટેરિફ લાગુ કરવામાં નહીં આવે. તો ચીન દ્રારા પણ આ મામલે હકારાત્મક વલણ આપનાવવામાં આવી રહ્યું છે. અને ચીને પણ ટ્રેડ વોરને લઈને વાતચીત આગળ વધારવા માટે તૈયારીઓ દર્શાવી છે. જો વાતચીત સફળ રહેતો તે ઐતિહાસિક સોદો પુરવાર થઈ શકે છે. આપને જણાવી દઇએ કે જાપાનના ઓસાકામાં યોજાયેલી G20 શિખર પરિષદમાં ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે મુલાકાત યોજાઈ હતી.

trump jigping ટ્રમ્પ-જિનપીંગ વચ્ચે ટ્રેડ વોર મામલે યોજાઇ મહત્વપૂર્ણ બેઠક, સીઝ ફાયરનાં એંધાણ

ચીન અને અમેરિકા બનેં માટે ઈમ્પોર્ટ ટેરિફનો મુદ્દે એટલા માટે મહત્વનો છે કારણ કે ગત વર્ષે બનેં  વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વોરને લીધે વૈશ્વિક અર્થતંત્ર પર મોટું દબાણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે વિશ્વ બજાર સંકટમાં મુકાઈ ગયું છે. આપને જણાવી દઇએ કે  અમેરિકા અને ચીન  વિશ્વના પ્રથમ અને બીજા ક્રમના અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.