Not Set/ સ્ટેટ GSTનો સપાટો, 282 સ્થળો પર સર્ચમાંથી 6030 કરોડનાં બોગસ વ્યહવારો ઝડપ્યા

બજેટ પૂર્વે ગુજરાત સ્ટેટ GST ટીમે સપાટો બેલાવી દીધો છે. GST ટીમે ગુજરાતનાં વિવિઘ શહેરોમાં 282 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરી અધધધ 6030 કરોડનાં બોગસ  ઇ વે બિલીંગ વ્યહવારો ઝડપી પાડ્યા છે. ગુડસ એન્ડ સર્વીસીસ ટેક્ષ એક્ટના અમલ બાદ સ્ટેટ GST વિભાગ દ્રારા ર્વેપારીઓનાં ફાઇલ કરેલા રિટર્ન, રજીસ્ટેરશન ડેટા અને ઇ ર્વે બિલના ડેટાનુું […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others
gujarat gst revenue e1561870164969 સ્ટેટ GSTનો સપાટો, 282 સ્થળો પર સર્ચમાંથી 6030 કરોડનાં બોગસ વ્યહવારો ઝડપ્યા

બજેટ પૂર્વે ગુજરાત સ્ટેટ GST ટીમે સપાટો બેલાવી દીધો છે. GST ટીમે ગુજરાતનાં વિવિઘ શહેરોમાં 282 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરી અધધધ 6030 કરોડનાં બોગસ  ઇ વે બિલીંગ વ્યહવારો ઝડપી પાડ્યા છે. ગુડસ એન્ડ સર્વીસીસ ટેક્ષ એક્ટના અમલ બાદ સ્ટેટ GST વિભાગ દ્રારા ર્વેપારીઓનાં ફાઇલ કરેલા રિટર્ન, રજીસ્ટેરશન ડેટા અને ઇ ર્વે બિલના ડેટાનુું એનાલીસીસ કરી બોગસ  ઇ વે બિલીંગનાં સંખ્યા બંધ કેસો શોધી કાઢેલ છે. ઇ વે બિલીંગનાં માધ્યમથી કરોડોનું કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવતા સ્ટેટ GST ટીમો દ્રારા વ્યાપક દરોડાનો દોર શરુ કરવામાં આવ્યો હતો.

GST સ્ટેટ GSTનો સપાટો, 282 સ્થળો પર સર્ચમાંથી 6030 કરોડનાં બોગસ વ્યહવારો ઝડપ્યા

આપને જણાવી દઇએ કે ડેટાનાં આધારે બોગસ ઇ વે બિલો ઇસ્યુ કરનાર મુખ્ય સુત્રધારો અને આ કૌભાંડમાં સડોવાયેલા અન્ય  વ્યક્તિઓને  GST વિભાગ દ્રારા શોધી કાઢી 15 જેટલા ઇસમોની ગુડસ એન્ડ સર્વીસીસ ટેક્ષ એક્ટના ગુના સબબ ધરપકડ કરેલ છે. પકડાયેલા તમામ લોકો સામે FIR દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામા આવી છે તો સાથે સાથે GST ટીમ દ્રારા આ સબબ 35 કરોડ કરતા પણ વધુ રકમની રિકવરી પણ કરી લેવામા આવી છે.

GST 1 સ્ટેટ GSTનો સપાટો, 282 સ્થળો પર સર્ચમાંથી 6030 કરોડનાં બોગસ વ્યહવારો ઝડપ્યા

આપને જણાવી દઇએ કે ગુજરાતનાં આ શહેરોમાં સ્ટેચ GST દ્રારા દરો પાડવામા આવ્યા હતા.

City / Location                                           No. of Places
AHMEDABAD                                                       84
Surat                                                                     62
MORBI                                                                  55
BHAVNAGAR                                                       17
VAPI                                                                      16
Gandhidham                                                         13
RAJKOT                                                                10
GANDHINAGAR                                                     9
VADODARA                                                            7
Others                                                                     9
Total                                                                     282

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.