Not Set/ CM રૂપાણીએ કરી ‘ભવિષ્યવાણી’, આગામી એક સપ્તાહ સુધી કોરોના કેસમાં થશે વધારો

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દિન પ્રતિદિન કોરોના કેસને લઈને નવા રેકોર્ડ બની રહ્યા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને લઈ મોટું નિવેદન આપ્યું છે.

Top Stories Gujarat Others
A 261 CM રૂપાણીએ કરી 'ભવિષ્યવાણી', આગામી એક સપ્તાહ સુધી કોરોના કેસમાં થશે વધારો

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દિન પ્રતિદિન કોરોના કેસને લઈને નવા રેકોર્ડ બની રહ્યા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને લઈ મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોના કેસ આવતા અઠવાડિયા સુધી વધશે અને તે પછી તે ઘટશે. સીએમ રૂપાણીએ કહ્યું કે કોરોનાને લીધે વિધાનસભા સત્ર ટૂંકાવવાના સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું, સત્ર ટૂંકાવવાની કોઈ વાત જ નથી. જેટલા બિલો બાકી છે તે પાસ થશે. જ્યારે પાટણ યુનિવર્સિટી અંગેના સવાલ પર તેમણે બોલવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચો :Sotto અંતર્ગત એક સપ્તાહમાં 3 મૃતકોનું અંગદાન, 9 લોકોને મળ્યું નવું જીવન

ગુજરાતમાં હાલ કોરોના વાયરસના કેસો વધતા તંત્રની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કેસોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળતા પ્રજામાં ફરી એકવાર ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજયમાં હાલ વેક્સિનેશનની પ્રકિયા પણ ઝડપી કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 42,94,599 લોકોને ડોઝ આપવામાં આવ્યા છે અને હાલ કોઈ ગંભીર આડ અસર જોવા મળી નથી.

બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે. હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે.

આ પણ વાંચો :અમદાવાદના IIMમાં કોરોના વિસ્ફોટ, નોંધાયા 22 પોઝિટીવ કેસ

આપને જણાવી દઈએ કે ગુજરાતના ચાર શહેરો, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. ગુજરાત સરકારે જારી કરેલા એક નિવેદનમાં, રાજ્ય સરકારે કોરોના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે, જે 31 માર્ચ સુધી અમલમાં રહેશે.

આ પણ વાંચો : લીંબડીમાં ભાભીની મદદથી નણંદ પર નરાધમોએ ગુજાર્યો બળાત્કાર