South Gujarat-Rain/ દક્ષિણ ગુજરાતમાં વરસાદ બોલાવશે ભારે ધડબડાટી, ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભારે ધડબડાટી બોલાવે તેવી સંભાવના છે. વલસાડ જિલ્લામાં સતત સતત છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ જોવા મળ્યો છે.

Gujarat Surat
South gujarat Rain graffic દક્ષિણ ગુજરાતમાં વરસાદ બોલાવશે ભારે ધડબડાટી, ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભારે ધડબડાટી બોલાવે તેવી સંભાવના છે. વલસાડ જિલ્લામાં સતત સતત છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ South Gujarat rain જોવા મળ્યો છે. કપરાડા તાલુકામાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે.

વલસાડના ધરમપુરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી તમામ નદીનાળા બે કાંઠે થઈ ગયા છે. એટલું જ નહી વાપીમાં 1.72 ઇંચ, ઉમરગામમાં બે ઇંચ, વલસાડમાં 2.16 ઇંચ, પારડીમાં 2.28 ઇંચ વરસાદ ખાબક્યો છે. પણ સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં ખાબક્યો હતો.

ફક્ત વલસાડ જ નહીં નવસારીમાં પણ છેલ્લા 24 કલાકથી South Gujarat rain મેઘમહેર યથાવત્ છે. નવસારી જિલ્લાના ત્રણ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. અન્ય ત્રણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જિલ્લાના South Gujarat rain ખેરગામ તાલુકામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. સારા વરસાદના પગલે દક્ષિણ ગુજરાતમાં ખેતીને નવજીવન મળ્યું હતું. એક સમયે એક મહિના સુધી વરસાદ ખેંચાતા પાક સૂકાઈ જાય અને ખેડૂતો ખોટના ખાડામાં ઉતરી જાય તેવો ડર હતો.

ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓ બે કાંઠે વહી હતી. નવસારીની પૂર્ણા નદી 18.50 ફૂટે વહેતી થઈ હતી. નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 1.12 ઇંચ વરસાદ પડ્યો હતો. જલાલપોરમાં એક ઇંચ, ગણદાવીમાં 1.54 ઇંચ, ચીખલીમાં 2.20 ઇચ, ખેરગામમાં 3.91 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વાંસદામાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદને લઈને South Gujarat rain ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દાદરા અને નગર-હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ અને વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર અને દાહોદમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના પણ તમામ જિલ્લામાં સારો એવો વરસાદ પડશે તેવી આગાહી છે. બંગાળની ખાડીમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.

 

આ પણ વાંચોઃ Ahmedabad Rains/અમદાવાદીઓ, રાત્રે વરસાદે બોલાવેલી ધડબડાટી તસ્વીરોમાં જુઓ

આ પણ વાંચોઃ Scam/ચેતતા રહેજો : ઈ ચલણના નામે વાહન ચાલકો સાથે છેતરપિંડી, મોડસ ઓપરેન્ડી સાંભળી ચોંકી જશો

આ પણ વાંચોઃ વિવાદ/સાળંગપુર વિવાદનો અંત ક્યારે? ભીંતચિત્રો હટાવાયા બાદ ઉઠી આ માગ

આ પણ વાંચોઃ હવસખોર તબીબ/પતિની સારવારની લાલચ આપી ડોકટરે મહિલાનું વારંવાર કર્યું શારીરિક શોષણ

આ પણ વાંચોઃ જન્માષ્ટમી/નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી..ગુજરાતભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી