ગોધરા/ નદીસર ગામના ૨૫ ખેતરોમાં મનરેગા હેઠળ મંજુર કરાયેલા સિંચાઈ કૂવાના કૌભાંડ મામલે ગ્રામજનોએ તપાસની કરી માંગ

નદીસર ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની દાખલ થયેલી પોલીસ ફરીયાદના પડઘા હજુ તો શાંત નથી થયા ત્યારે આ જ નદીસર ગામમાં મનરેગા યોજના અંતર્ગત સિંચાઈ કુવાઓ ખોદવાનું વધુ એક ચોંકાવનારુ કૌભાંડ બહાર આવ્યું છે

Top Stories Gujarat
5 2 નદીસર ગામના ૨૫ ખેતરોમાં મનરેગા હેઠળ મંજુર કરાયેલા સિંચાઈ કૂવાના કૌભાંડ મામલે ગ્રામજનોએ તપાસની કરી માંગ

ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની દાખલ થયેલી પોલીસ ફરીયાદના પડઘા હજુ તો શાંત નથી થયા ત્યારે આ જ નદીસર ગામમાં મનરેગા યોજના અંતર્ગત સિંચાઈ કુવાઓ ખોદવાનું વધુ એક ચોંકાવનારુ કૌભાંડ બહાર આવ્યું છે. આ સંદર્ભમાં નદીસર ગામના હેમંતસિંહ પુવાર અને અંદાઝે ૫૦ જેટલા જાગૃત ગ્રામજનો દ્વારા નદીસર ગામમાં મનરેગા યોજના હેઠળ જે સિંચાઈ કુવાઓના ઓનલાઈન કામો શરૂ કરવામાં આવ્યા છે આવા ૨૫ જેટલા સિંચાઈ કુવાઓ જે ખેતીની જમીનોમાં દેખાડવામાં આવ્યા છે આ સર્વે નંબરો સાથે આ કુવા કૌભાંડની તપાસો કરાવવામાં માટે પંચમહાલ કલેકટર સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં ફરીયાદ સ્વરૂપમાં લેખિત અનુરોધ કર્યો છે.

નદીસરના જાગૃત અરજદારો દ્વારા ખેડૂતોની જાણ બહાર અગર તો કૌભાંડ આચરવાના ઇરાદાઓ સાથે મનરેગા યોજના હેઠળ મંજૂર કરવામાં આવેલા સિંચાઈ કુવાઓના ૨૫ કામોમાં ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો હોવાના ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. એમાં કેટલા ખેતરોમાં સિંચાઈના કુવાઓ વિજ મીટરો સાથે હયાત હોવા છતાં પણ આવા ખેતરોમાં મનરેગા યોજના મના સિંચાઈ કુવાઓના કામો ઓનલાઇન વહીવટથી શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલાક સિંચાઈ કુવાઓના કામો ખેતર માલિકોની જાણ બહાર ઓનલાઈન પધ્ધતિઓથી કામો શરૂ કરવામાં આવતા મનરેગાના આ ચોંકાવનારા કૌભાંડના પગલે નદીસરમાં માહૌલ ગરમાયો છે.

એમાં નદીસરના જાગૃત અરજદારો દ્વારા ગોધરા તાલુકાના મનરેગા યોજનાનો વહીવટી કાર્યભાર સંભાળતા જી.આર.એસ. અજીતસિંહ ચૌહાણ ટેકનીકલ આસિસ્ટન્ટ તથા એ.પી.ઓ. દ્વારા ૨૫ જેટલા સિંચાઈ કુવાઓના કામોમાં બોગસ મસ્ટરો અને બોગસ બીલો તૈયાર કરીને ગરીબોને રોજગારીઓ આપનાર નાણાં માંથી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો કર્યા છે.!! એમાં સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે સર્વે નંબર ૭૦ ની ખેતી ની જમીનમાં મનરેગા યોજના હેઠળ એક ઈંટ પણ મૂકવામાં આવી નથી આ જમીનમાં સિંચાઈના ત્રણ કુવાઓ, કોઝવે, ચેકવોલ અને જમીન સમતળના કામો મનરેગામાં ભેજાબાજ કર્મચારીઓએ કામો દેખાડ્યા છે.!!

તાલુકા પંચાયત સભ્યો અને ગ્રામ પંચાયતના સદસ્યોના ખેતરોમાં પણ સિંચાઈ કુવાઓ મંજૂર કરાયા.!!
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની સત્તાના જોરે સરકારી યોજનામાંથી ખોટા લાભો લે તો સભ્યપદેથી ગેરલાયક ઠરે સરકારના આ નિયમની ઐસીતૈસી કરીને ગોધરા તાલુકાના મનરેગા યોજનાના સત્તાધીશો દ્વારા સિંચાઈ કુવાઓના સંદિગ્ધ કામોમાં કોઈ ચંચુપાત કે વિરોધ ના કરે આ માટે તાલુકા પંચાયતના સદસ્ય અને ગ્રામ પંચાયતના સદસ્યોના ખેતરોમાં સિંચાઈ કુવાઓ વિજ મીટરો સાથે હયાત હોવા છતાં પણ આ ખેતરોમાં મનરેગા યોજના હેઠળ સિંચાઈ કુવાઓના કામો મંજૂર કરીને ઓનલાઈન વહીવટથી કામો પણ શરૂ કરવામાં આવ્યા છે.!!