- દેશમાં ફરી આંક 40 હજારને પાર
- છેલ્લાં 24 કલાકમાં 40,600 નવા કેસ
- છેલ્લાં 24 કલાકમાં રિકવરી 29,700
- મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 24,645 નવા કેસ
- એક્ટિવ કેસ હવે સાડા ત્રણ લાખ નજીક
- એક્ટિવ કેસનો આંક 3.42 લાખ પર
- વધુ 196 મોત, કુલ મૃત્યુઆંક 1.60 લાખ
એક વર્ષ પહેલા બિન બુલાયે મહેમાનની જેમ જે વાયરસે દેશમાં પ્રવેશ કર્યો હતો. તે આજે પણ જવાનુ નામ લઇ રહ્યો નથી. સતત વધતા કેસ વચ્ચે હવે માત્ર તમારી સતર્કતા જ તમને આ વાયરસથી બચાવી શકે છે. રોજ આપણી સામે કોરોનાનાં હજારો કેસ આવી રહ્યા છે. જે થોડા દિવસો પહેલા ઘણા ઓછા નોંધાઇ રહ્યા હતા. આજનાં તાજા આંકડાની વાત કરીએ તો, દેશમાં છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

જે વાયરસને આપણે સૌ બાય બાય કહી રહ્યા છીએ, તે જાણે આપણા જીવનમાંથી જવાનુ નામ જ લઇ રહ્યો નથી. સતત વધતા આંક વચ્ચે જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 40,600 કેસ નોંધાયા છે. વળી તેની સામે રિકવર કેસ માત્ર 29,700 નોંધાયા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર રાજ્યથી સામે આવ્યા છે. જ્યા 24,645 નવા કેસ નોંધાયા છે. જો એક્ટિવ કેસની વાત કરીએ તો તે હવે સાડા ત્રણ લાખ નજીક પહોંચી ગયા છે. એક્ટિવ કેસનો આંક 3.42 પર પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 196 લોકોનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 1.60 લાખ પહોંચી ગયો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
