Not Set/ અમદાવાદ : રસરંજન મીઠાઈમાં ગંદકીનો કબ્જો , AMCએ ફેક્ટરીને માર્યું સીલ

અમદાવાદના રસરંજન મિઠાઈના નરોડા જીઆઈડીસીમાં આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ઊભરાતી ગટરો વચ્ચે મિઠાઈઓ બનાવાતી હોવાથી મ્યુનિ. હેલ્થ વિભાગે સીલ કરી દીધી છે. આ યુનિટે માર્ચ-2018 પછી ફૂડ સેફ્ટી એક્ટનું લાઈસન્સ રિન્યૂ કરાયું નથી. રસરંજન સ્વીટના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં એએમસીના અધિકારીઓને ગટર ઉભરાતી નજરે ચડી હતી. ગટરમાંથી નિકળી રહેલું ગંદુ પાણી દુર્ગંધ મારતું હતું અને તેમાં અસંખ્ય ઝીણી-ઝીણી જીવાતો […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદના રસરંજન મિઠાઈના નરોડા જીઆઈડીસીમાં આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ઊભરાતી ગટરો વચ્ચે મિઠાઈઓ બનાવાતી હોવાથી મ્યુનિ. હેલ્થ વિભાગે સીલ કરી દીધી છે. આ યુનિટે માર્ચ-2018 પછી ફૂડ સેફ્ટી એક્ટનું લાઈસન્સ રિન્યૂ કરાયું નથી.

mantavyanews.com

રસરંજન સ્વીટના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં એએમસીના અધિકારીઓને ગટર ઉભરાતી નજરે ચડી હતી. ગટરમાંથી નિકળી રહેલું ગંદુ પાણી દુર્ગંધ મારતું હતું અને તેમાં અસંખ્ય ઝીણી-ઝીણી જીવાતો પણ ખદબદતી હતી.

mantavyanews.com

રસોડામાં જે સ્થળે રાંધવાના ચૂલા ફીટ કરવામાં આવ્યા હતા ત્યાં પણ ભરપૂર ગંદકી હતી. ચૂલા અત્યંત કાળા થઈ ગયા હતા અને ચીકાશ એવી કે પગ ચોંટી જાય.

mantavyanews.com

જણાવી દઈએ કે, દિવાળી પહેલા પણ ગંદકી મામલે યુનિટને નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નહતો.