Rohit Sharma/ રોહિત શર્માએ રચ્યો ઇતિહાસઃ ટેસ્ટ ક્રિકેટમાં નોંધાવી અનોખી સિદ્ધિ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાના નામે અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. રોહિત શર્માનો આ રેકોર્ડ આગામી સમયમાં કોઈપણ બેટ્સમેન માટે તોડવો અઘરો બની શકે છે. આ રેકોર્ડ ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રિનિદાદમાં પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં બન્યો છે.

Top Stories Sports

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાના Rohit Sharma નામે અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. રોહિત શર્માનો આ રેકોર્ડ આગામી સમયમાં કોઈપણ બેટ્સમેન માટે તોડવો અઘરોબની શકે છે. આ રેકોર્ડ ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રિનિદાદમાં પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં બન્યો છે.

રોહિત શર્માએ બે ટેસ્ટની શ્રેણીની બીજી Rohit Sharma ઇનિંગ્સમાં 44 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા. આ સાથે તેણે સતત 30 ઇનિંગ્સમાં ડબલ ડિજિટમાં એટલે કે દસ અથવા તેનાથી વધુ રન બનાવવાની સિદ્ધિ મેળવી છે. તેણે સતત 30 ટેસ્ટ ઇનિંગ્સમાં ડબલ ડિજિટમાં રન બનાવનારા વિશ્વના સૌપ્રથમ ખેલાડી બનવાની સિદ્ધિ મેળવી છે.

આ સાથે રોહિત શર્માએ શ્રીલંકાના ખેલાડી મહેલા Rohit Sharma જયવર્ધનેના સળંગ 29 ઇનિંગ્સમાં આ પ્રકારનું કારનામુ કરવાની સિદ્ધિને તોડી હતી.  મહેલા જયવર્દનેએ ઇંગ્લેન્ડના બેટ્સમેન સર લેન હટનના અને વિન્ડીઝના બેટ્સમેન રોહન કન્હાઈના આ રીતે 25 ઇનિંગ્સમાં ડબલ ડિજિટના વિક્રમની સિદ્ધિને તોડી હતી. જ્યારે એબી ડીવિલિયર્સે 24 ઇનિંગ્સ સુધી ડબલ ડિજિટની સિદ્ધિ નોંધાવી હતી.

વિન્ડીઝ સામેની બીજી અને અંતિમ ટેસ્ટમાં જીતવા Rohit Sharma માટે ભારતને આઠ વિકેટની જરૂર છે. પ્રથમ ઇનિંગ્મસમાં ભારતે 183 રનની લીડ મેળવ્યા પછી ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગ્સમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને ઇશાન કિશનની આક્રમક ઇનિંગની મદદથી બે વિકેટે 181 રને ઇનિંગ્સ ડીકલેર કરી વિન્ડીઝનો 365 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં વિન્ડીઝની ટીમે 32 ઓવરમાં બે વિકેટે 76 રન કર્યા છે. ટાર્ગેટ હજી 289 રન દૂર છે.

 

આ પણ વાંચોઃ India-West Indies Test Series/ બીજી ટેસ્ટ જીતવા ભારતને આઠ વિકેટની અને વિન્ડીઝને 289 રનની જરૂર

આ પણ વાંચોઃ Maharashtra/ રાજ ઠાકરેના પુત્રને રોકવામાં આવતા સમર્થકોએ ટોલ પ્લાઝામાં કરી તોડફોડ

આ પણ વાંચોઃ ભારે વરસાદ/ રાજ્યના 177 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,ભાવનગરમાં 4 ઇંચ વરસાદ,અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

આ પણ વાંચોઃ Love Story/ ભારતની અજુએ પણ ફેસબુક ફ્રેન્ડ માટે સરહદ પાર કરી પાકિસ્તાન પહોંચી!

આ પણ વાંચોઃ Ashes Series/ ઇંગ્લેન્ડની જીત પર વરસાદે પાણી ફેરવ્યું,એશિઝની ચોથી ટેસ્ટ વરસાદના લીધે ડ્રો જાહેર કરવામાં આવી