Bhavnagar News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું

ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપ સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરાયું

Gujarat Top Stories Others Breaking News

Bhavnagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે  ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના સામૂહિક પારણા પ્રસંગે ઉપસ્થિત રહી વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપ સંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન પૂ. ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં સિદ્ધિદાયક પ૩૧ થી વધુ સિદ્ધિતપના તપસ્વીઓની તપશ્ચર્યાના પારણા મહોત્સવ પ્રસંગે જિનાલય ખાતેથી મુખ્યમંત્રીએ તપસ્વીઓના વરઘોડાને શાસન ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. અને આરાધકોને શુભેચ્છા પાઠવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં નવકાર મહામંત્ર ગાન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીને જૈન આચાર્ય દ્વારા વાસક્ષેપ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.  ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે એક સાથે આટલા તપસ્વીઓના દર્શનનો લ્હાવો મળ્યો છે, તેમજ આપણી તો સંસ્કૃતિ છે કે તપસ્વીઓના દર્શન માત્રથી ઉદ્ધાર થાય છે. તેમણે કહ્યું કે, તપશ્ચર્યા અને તપસ્યાના માધ્યમથી મુનિ ભગવંતના ચરણોમાં જેટલા રહીએ એટલો લાભ થાય છે. તેમણે તપસ્વીઓને વંદન કરી, સકળ  સંઘને મિચ્છામી દુક્કડમ કર્યું હતું.

આ તકે કેન્દ્રીય મંત્રી રાજ્ય મતી નિમુબેન બાંભણીયા, મેયર  ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ  જીતુભાઇ વાઘાણી,  સેજલબેન પંડ્યા,  શિવાભાઈ ગોહિલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર  મોનાબેન પારેખ, અગ્રણીઓ  કુમારભાઈ શાહ,  દિગ્વિજયસિંહ ગોહિલ,  કિશોરભાઈ ગુરુમુખાણી તેમજ  ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘના  જયુભાઈ શાહ,  મનીષભાઈ કનાડીયા, હિમાંશુભાઈ શાહ,  સંજયભાઈ ઠાર,  પિયુષભાઈ દોશી,  રમેશભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં, મહારાષ્ટ્રમાં ઘંસોલી અને શિલ્ફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી સમુદ્ર નીચે ટનલનો પ્રથમ ભાગ ખૂલ્યો

આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ વચ્ચે નહીં દોડે જાપાની બુલેટ ટ્રેન, રેલ મંત્રાલયે લીધો મોટો નિર્ણય; કારણ પણ આપ્યું

આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો લોખંડનો પુલ લોન્ચ