Bihar News/ બિહારના બેતિયામાં રાહુલ-તેજસ્વીનો રોડ શો, મહાત્મા ગાંધીની પ્રતિમાને માળા ચઢાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રાહુલ ગાંધી બેતિયાના કુડિયાકોઠીથી કાફલા સાથે નીકળ્યા અને હરિ વાટિકા ખાતે પહોંચ્યા. અહીં તેણે મહાત્મા ગાંધીની પ્રતિમાને માળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી

NATIONAL India Trending

Bihar News:બિહારમાં રાજકીય હલચલ વચ્ચે આજે મહાગઠબંધનના નેતાઓએ બેતિયામાં મતદાર અધિકાર યાત્રાના 13મા દિવસે ભવ્ય રોડ શો યોજ્યો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને આરજેડી (RJD)ના તેજસ્વી યાદવ સાથે અનેક મહાગઠબંધનના નેતાઓ હાજર રહ્યા.

સવારે રાહુલ ગાંધી બેતિયાના કુડિયાકોઠીથી કાફલા સાથે નીકળ્યા અને હરિ વાટિકા ખાતે પહોંચ્યા. અહીં તેણે મહાત્મા ગાંધીની પ્રતિમાને માળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. આ બાદ 22 કિમી લાંબી રોડ યાત્રા શરૂ થઈ.

આ રોડ શો મોહરમ ચોક, અજંતા સિનેમા, સાગર પોખરા ચોક, ઇમલી ચોક, નૌતન-ગોપાલગંજ રોડ, બાગી ખડ્ડા, થાણા ચોક, નૌતન બજાર અને મંગલપુર ધલા થઈને ગોપાલગંજ પહોંચશે. રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ખુલ્લી જીપમાંથી નેતાએ જનતા તરફ હાથ લહેરાવી સ્વાગત સ્વીકાર્યું.

ગુરુવારે યાત્રા સીતામઢીથી પૂર્વ ચંપારણ થઈને પશ્ચિમ ચંપારણ પહોંચી હતી. ત્યારબાદ તમામ નેતાઓએ કુડિયાકોઠીમાં આરામ કર્યો હતો. આજે (શુક્રવારે) યાત્રા ગોપાલગંજ અને સિવાન થઈને સારણ જિલ્લાના એકમા ખાતે પહોંચશે. અહીં રાત્રિ રોકાણનું આયોજન છે.

30 ઓગસ્ટેઆ યાત્રા એકમાથી છાપરા થઈને ભોજપુર જિલ્લાના આરા પહોંચશે. ત્યાં એક જાહેરસભા યોજાશે. એવી શક્યતા છે કે સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ કાલે આ યાત્રામાં જોડાઈ શકે છે.

આ યાત્રા દરમિયાન મહાગઠબંધનના નેતાઓએ મતદાર યાદીના સુધારા (SIR)નો વિરોધ કરી લોકશાહી બચાવવાનો સંદેશ આપ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂ, પગારથી લઈને TDS સુધીની દરેક બાબત પર ચર્ચા

આ પણ વાંચો:સ્માર્ટ સિટી અમદાવાદના લોકો RO પાણી પીતા પહેલા ચેતી જાઓ, પાણીમાં જોવા મળ્યુ ઓછું TDS

આ પણ વાંચો:TDS કપાઈ ગયો અને નથી ભર્યો ITR તો થઇ જજો સાવધાન…, કેમ કે આવકવેરા વિભાગ મોકલી શકે છે નોટિસ