sports news/ અફઘાનિસ્તાન સીરીઝ માટે ટીમ ઇન્ડિયા જાહેર, વનડે ટીમમાં રોહિત-વિરાટ ઇન પણ પંત આઉટ

BCCI એ જૂન 2026 માં અફઘાનિસ્તાન સામે રમાનારી 1 ટેસ્ટ અને 3 વનડે મેચની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. વનડે ટીમમાં રોહિત-વિરાટ સામેલ છે જ્યારે પંત અને શમી બહાર છે. વાંચો સંપૂર્ણ શેડ્યૂલ.

Trending Sports
BCCI

Sports News 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની ધૂમ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. IPL 2026 ની ફાઇનલ મેચ 31 મેના રોજ રમાયા બાદ, જૂન મહિનામાં ભારતીય ટીમ અફઘાનિસ્તાનની યજમાની કરશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 1 ટેસ્ટ મેચ અને 3 મેચોની ODI સીરીઝ રમાશે. આ પ્રવાસ માટે 19 મેના રોજ ગુવાહાટીમાં મેન્સ સિલેક્શન કમિટીની બેઠક મળી હતી, જેમાં ટેસ્ટ અને વનડે બંને સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.

ટેસ્ટ ટીમની કમાન ગિલના હાથમાં, રાહુલ બન્યો વાઇસ કેપ્ટન

ભારત (BCCI)અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ 6 જૂનથી મુલ્લાંપુર (ન્યૂ ચંદીગઢ) માં શરૂ થશે. વર્ષ 2018 પછી અફઘાનિસ્તાનની ટીમ ભારત સામે પ્રથમ વખત ટેસ્ટ મેચ રમશે. આ ટેસ્ટ સીરીઝ માટે 14 સભ્યોની ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે, જેમાં શુભમન ગિલને સુકાનીપદ સોંપાયું છે, જ્યારે કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ટેસ્ટ ટીમમાં પોતાની જગ્યા બચાવવામાં સફળ રહ્યો છે, પરંતુ તેની પાસેથી વાઇસ કેપ્ટનશીપ લઈ લેવામાં આવી છે.

ODI ટીમમાં રોહિત-વિરાટ યથાવત, ઋષભ પંત અને શમી બહાર

અફઘાનિસ્તાન (BCCI)સામેની 3 મેચોની વનડે સીરીઝ માટે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં સિનિયર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીની જગ્યા યથાવત રાખવામાં આવી છે. જોકે, વનડે ટીમમાંથી ઋષભ પંતને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ, સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફરી એકવાર નજરઅંદાજ કરવામાં આવ્યો છે. ચીફ સિલેક્ટર અજીત અગરકરે સ્પષ્ટ કર્યું છે કે સિલેક્શન કમિટીની બેઠકમાં શમીના નામ પર ચર્ચા પણ થઈ નહોતી.

બુમરાહને આરામ, 4 નવા ચહેરાઓને મળી તક

ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે ભારતના દિગ્ગજ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને આ સમગ્ર સીરીઝમાંથી આરામ (Rest) આપવામાં આવ્યો છે. આ સીરીઝમાં ઘરેલું ક્રિકેટ અને આઈપીએલમાં સારું પ્રદર્શન કરનારા 4 નવા ખેલાડીઓ—માનવ સુથાર, હર્ષ દુબે, ગુરનૂર બ્રાર અને પ્રિન્સ યાદવને ટીમમાં સ્થાન મળ્યું છે. માનવ સુથારને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો છે, જ્યારે પ્રિન્સ યાદવને વનડે ટીમમાં સરપ્રાઈઝ એન્ટ્રી મળી છે.

અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ(BCCI)

6 જૂન: એકમાત્ર ટેસ્ટ, ન્યૂ ચંદીગઢ (સવારે 9:30 વાગ્યે)

14 જૂન: 1લી ODI, ધર્મશાલા (બપોરે 1:30 વાગ્યે)

17 જૂન: 2જી ODI, લખનૌ (બપોરે 1:30 વાગ્યે)

20 જૂન: 3જી ODI, ચેન્નાઈ (બપોરે 1:30 વાગ્યે)

બંને સીરીઝ માટેની ઓફિશિયલ ભારતીય સ્ક્વોડ

ટેસ્ટ ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), સાઇ સુદર્શન, ઋષભ પંત, દેવદત્ત પડિક્કલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, માનવ સુથાર, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ.

ODI ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી(BCCI), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે.


આ પણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સના કોચ પોલાર્ડને અભદ્ર ભાષા વાપરવી ભારે પડી, જાણો શું છે સમગ્ર વિવાદ

આ પણ વાંચો: ઇન્ડિયા A ટીમની જાહેરાત, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી અને તિલક વર્મા બન્યા કેપ્ટન

આ પણ વાંચો:લખનઉએ ચેન્નઈની પ્લેઓફની આશાઓ પર ફેરવ્યું પાણી, સ્લો ઓવર રેટ બદલ કેપ્ટન પંત દંડાયો