Not Set/ આઇએનએક્સ મીડિયા : ચિદમ્બરમને દેશ છોડી ના જવા હાઇકોર્ટનો આદેશ

દિલ્હી હાઇકોર્ટે આઇએનએક્સ મીડિયા મામલામાં પૂર્વ નાણાંમંત્રી અને  કોંગ્રેસના નેતા પી ચિંદમ્બરમને એક ઓગસ્ટ સુધી ધરપકડથી રાહત આપી છે. હાઇકોર્ટે ચિદમ્બરમને તપાસમાં સહયોગ કરવા અને દેશ છોડીને ના જવાના પણ નિર્દેશ આપ્યા છે. ઇડીએ ચિદમ્બરમની માંગનો વિરોધ કરતા કહ્યું હતું કે આઇએનએક્સ મીડિયા કેસમાં પી ચિદમ્બરમના પુત્ર કાર્તિએ પિતાની જાણકારી અને સહમતીથી એફઆઈપીબી દ્વારા અનુમોદન […]

Top Stories India
p chidambaram આઇએનએક્સ મીડિયા : ચિદમ્બરમને દેશ છોડી ના જવા હાઇકોર્ટનો આદેશ

દિલ્હી હાઇકોર્ટે આઇએનએક્સ મીડિયા મામલામાં પૂર્વ નાણાંમંત્રી અને  કોંગ્રેસના નેતા પી ચિંદમ્બરમને એક ઓગસ્ટ સુધી ધરપકડથી રાહત આપી છે. હાઇકોર્ટે ચિદમ્બરમને તપાસમાં સહયોગ કરવા અને દેશ છોડીને ના જવાના પણ નિર્દેશ આપ્યા છે.

ઇડીએ ચિદમ્બરમની માંગનો વિરોધ કરતા કહ્યું હતું કે આઇએનએક્સ મીડિયા કેસમાં પી ચિદમ્બરમના પુત્ર કાર્તિએ પિતાની જાણકારી અને સહમતીથી એફઆઈપીબી દ્વારા અનુમોદન મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

જણાવી દઈએ કે પૂર્વ નાણાંમંત્રી પી ચિંદમ્બરમે આઇએનએક્સ મીડિયા સાથે જોડાયેલા ઇડીના મની લોન્ડરિંગ મામલામાં 23 જુલાઈએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. ચિદમ્બરમ તરફથી એમના વકીલ પ્રમોદ દુબે અને અર્શદીપ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે એફઆઈઆરમાં કોંગ્રેસના નેતાની કોઈ ભૂમિકા દર્શાવવામાં આવી નથી. એમને ઇડી દ્વારા ધરપકડ થવાની આશંકા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ નાણાંમંત્રી ને આ મામલામાં સીબીઆઈ તરફથી ધરપકડ માં પહેલેથી જ છૂટ મળેલી છે.