farmers protest update/ હરિયાણામાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ધમાસાણ, ખનૌરી બોર્ડર પર જતા અટકાવતા લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડાયા

જ્યારે હરિયાણા પોલીસે આંદોલન કરી રહેલા ખેડૂતો વિરૂધ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (એનએસએ) હેઠળ કાર્યવાહીનો નિર્ણય પરત લીધો છે. અંબાલા રેન્જના આઈ.જી. સિબાશ કબીરાજે શુક્રવારે 23 ફેબ્રુઆરીના રોજ આ માહિતી આપી હતી. તે પહેલા ગુરૂવારે અંબાલા પોલીસે કહ્યું હતું કે, પ્રદર્શન દરમિયાન સરકારી સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ આંદોલન કરતા ખેડૂત નેતાઓ પાસેથી કરવામાં આવશે. તેના……

Top Stories India
Beginners guide to 61 1 હરિયાણામાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ધમાસાણ, ખનૌરી બોર્ડર પર જતા અટકાવતા લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડાયા

@Nikunj Patel

Haryana News: હરિયાણાના હિસ્સારમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી. ખેડૂતો ખનૌરી બોર્ડર પર પંજાબના ખેડૂતો પાસે જવા માંગતા હતા, પરંતુ પોલીસે તેમને રોકી લીધા હતા. બાદમાં પોલીસે લાઠીચાર્જ સાથે ટીયરગેસના શેલ છોડ્યા હતા. તેને પગલે ખેડૂતો ઉશ્કેરાયા હતા. જેમાં નારનૌંદ પોલીસ સ્ટેશનના એસએચઓ ચંદ્રભાન ઘાયલ થયા હતા.

જ્યારે હરિયાણા પોલીસે આંદોલન કરી રહેલા ખેડૂતો વિરૂધ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (એનએસએ) હેઠળ કાર્યવાહીનો નિર્ણય પરત લીધો છે. અંબાલા રેન્જના આઈ.જી. સિબાશ કબીરાજે શુક્રવારે 23 ફેબ્રુઆરીના રોજ આ માહિતી આપી હતી. તે પહેલા ગુરૂવારે અંબાલા પોલીસે કહ્યું હતું કે, પ્રદર્શન દરમિયાન સરકારી સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ આંદોલન કરતા ખેડૂત નેતાઓ પાસેથી કરવામાં આવશે. તેના માટે તેમની સંપત્તિ જપ્ત કરીને બેન્ક ખાતા સીઝ કરવામાં આવશે.

બીજીતરફ પંજાબ હરિયાણામા ખનૌરી બોર્ડર પર 21 વર્ષીય શુભકરણના મોતના વિરોધમાં ખેડૂતો શુક્રવારે દેશભરમાં બ્લેક ડે મનાવી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચાની ગુરૂવારે સાડા ચાર કલાક ચાલેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં 100 ખેડૂત સંગઠ્ઠનોએ ભાગ લીધો હતો. 26 તારીખે દેશભરમાં ટ્રેકટર માર્ચ અને 14 માર્ચે દિલ્હીમાં મહાપંચાયત કરવા પર સહમતી દર્શાવવામાં આવી હતી.

ખેડૂત આંદોલનનો આજે 11મો દિવસ છે. કિસાન-મજૂર મોરચા (કેએમએમ) દિલ્હી કૂચ ઉપર આજે નિર્ણય લેશે. 21 ફેબ્રુઆરીએ ખનૌરી બોર્ડર પર શુભકરણ નામના યુવકના મોત બાદ ખેડૂતોએ દિલ્હી માર્ચને અટકાવી દીધી હતી.

ગુરૂવારે ખેડૂત નેતા સરવણ સિંહ પંધેરે એક ફોટો જાહેર કરીને જણાવ્યું હતું કે, ખનૌરી બોર્ડર પર સીધો ગોળીબાર કરવામાં આવ્યો હતો. પંજાબ સરકાર હત્યાનો કેસ દાખલ કરે. ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલે શુભકરણને શહીદનો દરજ્જો આપવાની માંગણી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય મૂળ યુવાનને નાઈટ ક્લબમાં એન્ટ્રી ન મળી, આખરે થયું મોત

આ પણ વાંચો:‘ફોર ડે વીક’ પ્રયોગ બ્રિટનની કંપનીઓને રહ્યો અનુકૂળ, જાણો સંશોધન શું કહે છે…

આ પણ વાંચો:West Bengal/ સંદેશખાલીમાં કોઈની પર રેપ થયો નથી: શાહજહાંનો ભાઈ